________________
આત્યંતર તપમાં કાયાની પ્રાધાન્યતા નથી. બાહ્ય પરિબળે ગૌણ છે. અને મન- આત્માના નિમિત્ત પ્રધાન છે. તેને આત્યંતર તપ કહેવામાં આવે છે. જેમાં મન કેન્દ્ર સ્થાનમાં રહે છે, અને મન એવી પ્રવૃત્તિમાં પરોવાઈ જાય કે જેથી આત્માને કર્મ બંધાવા નથી દેતે. ઉપરથી કર્મની નિજર કરાવે છે તેને આત્યંતર તપ કહેવાય છે. આ આત્યંતર તપ ૬ પ્રકારે છે. આ ચિત્રમાં તેનો ૬ પ્રકારે દર્શાવવામાં આવ્યા છે. (૧) પ્રાયશ્ચિત્ત -
આત્માને બંધાયેલા કર્મથી મુક્ત કરવા માટે પ્રાયશ્ચિત્ત એ પ્રથમ માર્ગ છે. પ્રાયશ્ચિત્તમાં પ્રવેશ કરવા માટે પશ્ચાતાપનું પ્રવેશ દ્વાર છે. આ પઝાતાપના માર્ગે જ પ્રાયશ્ચિત્ત કરી શકાય છે. પશ્ચિાત્તાપ વિનાનું પ્રાયશ્ચિત્ત કેટલી નિર્જરી કરાવશે? ભૂતકાળમાં કરેલા પાપ કર્મોના નાશ માટે આત્યંતર તપમાં પ્રાયશ્ચિત્ત એ પ્રથમ પ્રકાર છે. પ્રાયશ્ચિત્તથી પાપનાશ અને આત્મશુદ્ધિ થાય છે. જેમ સાબુથી કપડાં
વાય, કપડાં ઉપરને મેલ ધેવાઈ જાય છે, તેમ પ્રાયશ્ચિત્તાદિ તપથી આત્મા ઉપર કમળ છેવાતાં આત્મા શુદ્ધ થાય છે. પ્રાયશ્ચિત્ત ૧૦ પ્રકારના કહ્યા છે. (૨) વિનય -
વિનય વડે પણ કર્મની અદ્દભુત નિર્જરા થાય છે. માટે વિનયને પણ આત્યંતર તપમાં સમાવેશ કરવામાં આવ્યું છે. વિનય એક મહાન ગુણ છે. સર્વ ગુણાની મૂળ ખાણ છે.
-
૩૭