________________
દ્રષ્ટિએ ૭ પર્યાપ્તા ઉR નરકગતિ નારકી-અને ૭ અપર્યાપ્તા નારકીએ એમ ૧૪ પ્રકારના નારકીજી ગણવામાં આવ્યા છે. મિથ્યા દ્રષ્ટિ, મહાઆરંભ-સમારંભ કરનાર, મહાપરિગ્રહો, માંસાહારી, હિંસક વૃત્તિ વાળા, પંચેયાદિને વધ-ઘાત કરનાર તીવોધી, અનન્તાનુબંધી કષાયની વૃત્તિવાળે, કૃષ્ણાદિ અશુભ દૂર લેશ્યાવાળા છે તથા રૌદ્રપરિણામી છે, અતિ પાપ-મજી વિશેષ કરીને નરક ગતિનું આયુષ્ય બાંધીને નરક ગતિમાં જાય છે. નરકગતિમાં જનારા જીવમાં ફક્ત મનુષ્ય તથા તિર્યંચગતિના પશુ-પક્ષીઓ ઓ બેજ ગતિને છે નરકગતિમાં જઈ શકે છે. પરંતુ દેવલેક દેવના દેવતા નરકમાં નથી જતા. કારણ તેવા કારણે ને અભાવ છે. અને તે જ પ્રમાણે નારકીઓ મરીને પાછા તુંરત નારકી તરીકે નથી જન્મ લેતા. કારણ કે તેમને તેવા કારણોને અભાવ હોય છે. હા, દેવકના દેવતાઓ પૂર્વભવના અતિસ્નેહપ્રેમ આદિના કારણને કારણે પિતાની વૈકીય શકિતથી નરકગતિમાં જઈને ઘડીભર પિતાના નેહીને મળીને પાછો આવી જાય છે. પરંતુ મરીને તુરંત ન જ જાય. એક ભવ મનુષ્ય તિર્યંચને બાંધ્યા પછી જાય. ભૂતકાળમાં અનન્તા જે નરક ગતિમાં ગયા છે.
આ સંસારમાં ધર્મ કરતા પણ પાપનું પ્રમાણ ઘણું વધારે છે. તેથી પાપની સજા ભેગવવા માટે જ નરકમાં જનારા પણ ઘણાં વધારે. નરકગતિમાં પાપની સજા વધુ પ્રમાણમાં ભેગવવાની છે. બાકી, ત્યાં ધર્મ નથી. ભગવાન નથી, સાધુ સંત નથી. દર્શન પુજા નથી. ભક્તિ ભાવના નથી. એટલે સદંતર ધર્મને અભાવ જ છે. એટલે નરકમાં તે શું