________________
છે, અને કારણ પ્રત્યક્ષ હોય ત્યારે કાર્યને અનુમાન કરવું તે કારણાનુ માન છે. બન્ને રીતે અદણ-પુણ્ય-પાપની સિદ્ધિ થાય છે.
અંકુરાઓથી ઉત્પત્તિમાં મૂળ કારણ બીજ છે. અને બીજા સહકારી કારણે છે. તેમ અહીંયા પણ સુખની પાછળ મુખ્ય કારણ પુણ્યકર્મ છે, તથા દુઃખની પાછળ પાપ કર્મ છે- અને તે સહકારી કારણે અહીંયા અનેક છે. સુખદુઃખ માત્ર દષ્ટ કારણેના આધારે જ નથી. અર્થાત બાહ્ય જગતના ભૌતિક સાધને, એટલે બંગલે, ગાડી, ટી. વી, રેડીયે, પૈસા, કપડા વગેરે સારા–અને વિપુલ પ્રમાણમાં મળે તેથી જ કંઈ સુખી કહેવાય અને તે સાધન ન હોય તે શું દુઃખી જ કહેવાય એવું પણ નથી ?
ઘણાઓની પાસે અઢળક છે. બાગ-બગીચા અને બંગલા પશુ છે, ગાડી, વાડી, લાડી પણ છે. છતાં પણ મહાદુઃખી છે. સળગતે સંસાર છે. સહેજ પણ સુખ નથી. લડે છે, ઝાડે છે. મરે છે, અને મારે છે... અને બીજી બાજુ સાધુ સંતોને જૂઓ ભૌતિક સાધને બિલકુલ નથી. સાધનોને ત્યાગ કર્યો છે છતાં પણ સુખી છે. સંપત્તિ સંપન્ન કરોડપતિઓ પણ સાધુ–સંતના ચરણે જઈને પડશે. સુખ-શાંતિ માટે પ્રાર્થના કરશે.. આ શું દેખાય છે. એક સહકારી કારણ હિોવા છતા પણ દુઃખી છે, અને બીજે સહકારી નિમિત્તે નથી છતાં પણ સુખી છે. તે તેની પાછળ અદષ્ટ પુણ્ય-પાપને માન્યાવિના ચાલ તેમ જ નથી.
૩૧