________________
તેવી પરિમિક ભાવના કારણે કયારેય જીવ–અજીવ નથી
તે. તેમ અજીવ કયારેય જીવ નથી બનતે. આવાં પરિવર્તન કદાપિ સંભવ નથી. આકાશ મૂળથી દ્રવ્યરૂપે જ અજીવ છે. તે તે કયારેય જ્ઞાનગુણ યુકત જીવ ન બની શકે. એ જ પ્રમાણે છવની છેવત્વ જાતિ મૂળથી સ્વાભાવિક છે. તે પરિવર્તનશીલ નથી. માટે વસ્તુતઃ કરણને અભાવ હેવાથી જીવ કયારેય અજીવ કે અજ્ઞાની સિદ્ધ થતું જ નથી. જીવ અને કારમાં વ્યાપ્ય વ્યાપક ભાવ જ નથી. કારણ કે બને અત્યન્ત વિલક્ષણ છે. કરણ તે મૂર્ત અને પૌદ્દગલિક છે. અને જીવ અમૂત” રહેવાથી તદ્દન વિલક્ષણ છે એટલે ઇન્દ્રિય રૂ૫ કરણને અભાવ થવા છતાં છેવત્વને અભાવ નથી થતે માટે મુકતાવ-સ્થામાં પણ જીવવ છે.
પ્રભાસ - હે પ્રભુ ! આપની આટલી વાત હું સ્વીકારી લઉં છું. પરંતુ તે કરણે એટલે ઇન્દ્રિયના અભાવમાં જ મેક્ષાવસ્થામાં જ્ઞાની કેવી રીતે સિદ્ધ થશે ?
ભગવાન – હે પ્રભાસ ! ઇન્દ્રિયાદ કરણે મૂર્ત છે. તેથી ઘટ-પટની જેમ ઉપલબ્ધિરૂપે જ્ઞાન ક્રિયાના કર્તા ન બની શકે. પરંતુ તે માત્ર જ્ઞાન કિયાનાં દ્વારા સાધને છે. પરંતુ ઉપલબ્ધિને કર્તા તે જીવ જ છે.
આંખ જતી રહે છતાં પણ સ્મરણ આદિ જ્ઞાન વડે , ઘટ-પટાદિનું જ્ઞાન તે થાય છે. માટે જ્ઞાનને સંબંધ આત્મા સાથે છે. નહીં કે ઈન્દ્રિય સાથે, ઈન્દ્રિય તે કરણ અર્થમાં જ્ઞાનનાં સાધન માત્ર છે. એ જ પ્રમાણે ઘણી વાર છતી ઇન્દ્રિયો
૫૩