________________
ततः क्षीण चतुष्कर्मा, प्राप्तोऽथाख्यात संयमम् । बीज वन्धननिर्मुक्तः, स्नातकः परमेश्वरः ॥ शेष कर्म फलापेक्ष:, शुध्धो बुध्धा निरामय । सर्वज्ञ सर्वदशी च, जिनो भवति केवली ॥
આ પ્રમાણે ચારે ઘાતી કર્મોને ક્ષય થઈ જવાથી અનન્ત ચારિત્ર (યથાખ્યાત ચારિત્ર)ને પામેલા અને બીજરૂપ મેહનીયાદી કર્મના બંધનથી મુકત તે મહાત્મા, સ્નાતક એટલે અન્તર્મલ (કર્મમલ) દૂર કરવાથી સ્નાન કરેલા અને પરમેશ્વર એટલે કેવળ જ્ઞાનરૂપ અધિ- વર્ય પ્રાપ્ત થવાથી પરમ એશ્વર્યવાળા - પરમેશ્વર બને છે, આ અવસ્થામાં તે મહાત્મા શેષ ચાર અઘાતી કર્મોના ઉદયવાળા હોવા છતાં મહાદિમલ દૂર થવાથી–શુધ, કેવળજ્ઞાનાદિ પ્રાપ્ત થવાથી બુધ-બાહ્ય–આત્યંતર સર્વ રોગના કારણે દુર થવાથી નિરામય, આ પ્રમાણે સર્વજ્ઞ, સર્વદશી, જિન – વીતરાગી, કેવળી બને છે. મેક્ષ શું છે ? મોક્ષ એટલે શું ? - “સ્ત્રમાં સાક્ષી છે તવાધિગમસૂત્રના દસમા અધ્યયનમાં મેક્ષ શું છે તે જણાવતાં કહ્યું, “તને એટલે સર્વ. સર્વથા, સંપૂર્ણપણે સર્વ કર્મોને ક્ષય એટલે નાશ તેનું નામ એક્ષ. સર્વ એટલે આઠ કર્મ. કારણ કર્મ આઠ જ છે. આઠથી વધારે કર્મ છે જ નહી. અનાદિકાળથી તથા ભૂતકાળનાં અનતા વર્ષોથી ચાલ્યા આવતે જીવ – કર્મના સંગને સર્વથા વિયોગ થ. બને સદંતર છૂટા પડવા તેનું નામ મેલ છે.