________________
શુકલ ધ્યાનના ૪ પ્રકારમાંથી આત્મા ૧-૨ વટાવીને ત્રીજામાં પ્રવેશ કરે છે. ત્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. અહીંયાં ૧૨મા ગુણસ્થાનકમાંથી ૧૩માં ગુણસ્થાનકમાં પ્રવેશ કરતાં આત્મા કેવળજ્ઞાન પામે છે. તે આ કેવળજ્ઞાન અને એની સાથે શું શું પામે છે ? તે કયારે પામે છે ? કેવી રીતે પામે છે ? તેની પ્રક્રિયા બતાવતા પૂજ્ય ઉમાસ્વાતિ વાચકવર્યજી તત્વાથ ધિગમસૂત્રમાં જણાવે છે કે"मोहक्षयात् शान दर्शनावरणान्तरायसवाच्च केवलम्" થત મેહનીય કર્મના ક્ષય થયા પછી જ્ઞાનાવરણીય, દર્શના વગણી , અને અન્તરાય કમેને પણ ક્ષય થઈ જાય છે. અને આ ચારેના ક્ષયે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ વાતને તવાથધગમની અંતિમ કરિકામાં જણાવે છે કે
संसारबीज कात्स्न्येन, मोहनीय प्रहीयते ॥
ततोऽन्तरायशानघ्न-दर्शनघ्नान्यनन्तरम्। प्रहीयतेऽस्य युगवत, त्रीणिकर्माण्यशेषत: ॥ સંસારનું બીજ મહનીય કર્મ સર્વથા નાશ પામે છે. (૧ થી ૧૨મા ગુણસ્થાનક સુધી મુખ્યપણે મેહનીય કર્મ ખપાવવાની જ ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ સાધના છે. ત્યાર બાદ તરત જ (તમુહૂર્ત પછી) જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ અને અંતરાય કર્મ એ ત્રણે કમે એકી સાથે સર્વથા નાશ પામે છે. ક્ષય થાય છે. આ જ વાતને દષ્ટાન્તથી સમજાવે છે
गर्भ सूच्यां विनष्टायां, यथा तालो विनश्यति। तथा कर्मक्षय याति, मोहनीये क्षय गते ॥