________________
જેમ ગર્ભસૂચિને–મધ્યમાં રહેલા તંતુને નાશ થતાં સંપૂર્ણ તાડવા નાશ પામે છે, તેમ મેહનીય કમને ક્ષય (નાશ) થતાં શેવ સઘળાં કર્મોને ક્ષય થાય છે.
-
૮ કર્મ
- ૪ ઘાતી
-
૪ અપાતી
જ્ઞાના-દર્શના–મેહનીય–અંતરાય નામ – ગોત્ર - વેદનીય-આયુષ્ય ( ૮ કર્મમાંથી ૪ ઘાતી કર્મોને ક્ષબ થઈ જાય એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. પછી બીજા અઘાતી કર્મો બાકી રહે છે. તે નિવય વખતે ક્ષય થઈ જાય છે. એટલે ૮ કર્મનો ક્ષયે મેક્ષ થાય છે. ૧. મોહનીય કર્મના ક્ષયે – વીતરાગતા પ્રાપ્ત થાય છે. ૨. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયે – અનન્ત(કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ૩. દર્શનાવરણીયંકમના ક્ષયે - અનન્ત(કેવળ) દર્શન,, ,, ૪. અન્તરાય કર્મના ક્ષય - અનન્તદાનાદિ લબ્ધિઓ શાંતિ
ઓ મળે છે. આ ચારે ઘાતી કર્મોના ક્ષયે આ અનતચતુષ્ટયીના ગુણે અનન્ત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અને આત્મા સર્વજ્ઞ– સર્વદશી બને છે. ભલે બીજા ૪ અઘાતી કર્મો બાકી રહેવા છતાં એ કંઈ ખાસ નડતાં નથી. એ જ વાતને સમજાવતાં તવાર્થની અંતિમ કારિકાઓમાં કહે છે. -