________________
કાઠિ વિનાશા, નકારાતમારિદ युगपत भवतो यद्वद, तथा निवॉण-कर्मणाः ।।
જેમ પ્રકાશની ઉત્પત્તિ અને અંધકારને નાશ આ બેમાં પહેલા-પછીને કેમ નથી સંભવતે, અર્થાત જેવી પ્રકાશની ઉત્પત્તિ થઈ કે તેની સાથે જ અંધારાને નાશ થયે. બને એકી સાથે જ થાય છે. તે જ પ્રમાણે સર્વ કર્મને નાશ (ક્ષય) નિર્વાણ-મેલની ઉત્પત્તિ એ બન્ને એકી સાથેજ થાય છે. માટે જ કર્મક્ષય, ભવક્ષય, ઉર્ધ્વગતિ અને મેક્ષમાં સ્થિર થવાનું એક સાથે જ થાય છે. એમાં સમયાન્તર નથી.
આ પ્રમાણે સર્વ કર્મક્ષય થતાની સાથેજ ૧ સમયમાં જીવાત્મા ઉર્વગમન પૂર્વક ગતિ કરે છે. અને સાતરાજ લેક જેટલું અન્ડર ૧ સમય માત્રમાં જાય છે. અને લોકાને સ્થિર થાય છે. અહીંયા એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આટલી ઝડપી ૧ સમમાં ૭ રાજલોકની ગતિથી જીવ જાય છે તે પછી લોકાન્ત અટકી શા માટે જાય છે ? હજી આકાશ તે આગળ અનન્ત છે. અલોકાકાશ આગળ અનન્ત છે. અને લોકાની અંદરને આકાશ હોય કે અલોકને આકાશ હોય બનેમાં કઈ તફાવત નથી. આકાશ દ્રવ્ય તરીકે અને એક સરખા છે. તે પછી જીવ હજી આગળ અલોકમાં કેમ નથી જતો? અને લોકના અગ્રભાગે કેમ અટકી જાય છે?
આ પ્રશ્નને ઉત્તર આપતા જણાવે છે કે.... ततोडप्युवं गतिस्तेषां, कस्मान्नास्तीति चेन्मति : । धाँस्ति कायस्याभावात् , सहि हेतुर्ग ते : पर : ॥