________________
-હે સૌમ્ય ! પ્રત્યક્ષ જે રૂપે સુખ જણાય છે તે હકી કતમાં તે સુખ નથી પણ દુઃખ જ છે. માત્ર દુઃખના પ્રતિકાર રૂપે તેની વ્યવસ્થા કરી છે. એટલે પુણ્યનું ફળ પણ દુઃખ રૂપ જ છે. જેમ રેગની શક્તિ માટે જયારે દવા-ઉપચાર વગેરે કરવામાં આવે છે, ત્યારે દુઃખ-તકલીફ પણ થાય છે. પરંતુ તે સુખરૂપ માનવામાં આવે છે. તેમ વિષયસુખ પણ દુઃખના પ્રતિકારરૂપ હેવાથી દુઃખરૂપ છતાં પણ સુખરૂપ કહેવાય છે. હકીકતમાં તે તે સુખ નથી. પરંતુ સુખભાસ માત્ર છે. તે તે ઉપચારથી સુખ કહેવાય છે. હે પ્રભાસ! તને જે એમ લાગે છે કે સ્ત્રીને વિષયસુખ અને ચક્રવતી આદિ પદની પ્રાપ્તિ વગેરે સ્વસંવેદ્ય સુખને દુઃખ કહેવું તે પ્રત્યક્ષ વિરુદ્ધ છે, એ પણ યોગ્ય નથી. ઉપચાર સત્ય સુખ વિના સંભવ નથી.
મોહમાં મૂઢ છે પરિણામે દુઃખદાયીને પણ સુખ માને છે. વૈષયિક સુખે તે ક્ષણિક સુખે છે. તે કાળાન્તરે, પરિણામે દુઃખહાયી નીવડે છે. પુણ્ય પણ કર્મ જ છે. અને તે પુણ્યોદયે આવાં બૈષયિક-ભૌતિક સુખે પણ વસ્તુતઃ તે દુઃખજ છે. એ તે સૌષધેપચાર જેવા થયા. કોઢ-હરસ આતિ રેગામાં છેદન–ભેદન વગેરેના ઉપચાર જેમ ક્ષણિક દુઃખદાયી માનીને અને સુખની લાલસા છે. તેમ આ ઐષયિક દુઃખેને જીવે ક્ષણિક પણ સુખરૂપે માન્યા છે. રતિ–પ્રિય છે. અરતિ અપ્રિય છે. આ પણ ઉપચાર માત્ર છે. ઔપચારિક સુખ તે. આભાસમાત્ર છે.