________________
(૭) સ્વલિંગ સિદ્ધ- સર્વત-જેહરણ (ઘ), હહપત્તિ આદિ મુનિવેષ તે સ્વલિંગ કહેવાય. એવા સાધુવેષ માં સાધુ બનીને જે મેક્ષે જાય, તે. દા. ત. સાધુમુનિ મહારાજ (૮) સ્ત્રીલિંગ સિધ–સ્ત્રીપણાની દેહકૃતિએ જે મેલે જાય તે સ્ત્રીલિંગ સિધ્ધ કહેવાય. એવું કંઈ નથી કે સ્ત્રીલિંગે મેક્ષે ન જઈ શકે ? ના. કારણ કે સ્ત્રી હોય કે પુરુષ હેય. અથવા તે નપુંસક લિંગવાળે હેય તે પણ મોક્ષે જઈ શકે છે. સ્ત્રી-પુરૂષ આદિ તે શરીર કૃતિના ભેદો છે. સ્ત્રીના શરીરની રચના અને પુરૂષના શરીરની રચના માત્ર રચના આકૃતિને બાહ્ય શારીરિક ભેદ છે, પરંતુ અજર મૂળભૂત આત્મા તે નથી સ્ત્રી કે નથી પુરૂષ. આત્મા તે અનામીઅરૂપી છે. એટલે મેક્ષ કેને થવાનું છે ? આત્માને કે શરીરને ? શરીર તે અહીં લાકડામાં મળે છે. એટલે શરીરને તા પ્રશ્ન જ કયાં રહ્યો ? મોક્ષે તો આત્મા જાય છે. તે પછી વચ્ચે શરીર કે વસ્ત્રાદિ કયાં બાધક બને છે કે નડે છે ? આત્મ ગુણસ્થાનની શ્રેણિ ચઢતે જાય છે. અને નવ માં ગુણસ્થાને ચઢીને વેદ મોહનીય આદિને ક્ષય કર્યા પછી હવે સ્ત્રી–પુ, બને ભેદ જ નથી રહેતે પછી સવાલ જ કયાં છે ? કેવળજ્ઞાનાદિ આત્માને થાય છે. નહીં કે શરીરને માટે લિંગથી શરીર સ્ત્રી-પુરૂષ કે નપુંસક કઈ પણ હોય તે પણ મેક્ષે જઈ શકે છે. નલીનાથ ૧લ્મા ભગવાન સ્ત્રી સ્વરૂપે જ થયા છે. મરૂદેવા માતા પણ સ્ત્રી દેહે મેક્ષે ગયા છે, ચદન બાળા અને મૃગાવતી આદિ મહાન સાધ્વીઓ સ્ત્રીદેહધી જ મેસે
૧૦૯