________________
अहवा निस्सुह-दुक्खो नम व देहे-क्यिादभावाओ । आहारा देहाच्चिय ज सुह-दुक्खोवलद्धीण ॥ २००३ પ્રભાસ સ્વામીને પ્રશ્ન એ છે જે સુખદુઃખ છે તે પુણ્ય પાપ જન્ય છે (કૃત છે.) કારણના નાશથી કાર્યને પણ નાશ થાય છે. જેમ ઘી કે તેલના નાશ થવાથી દી પણ નાશ પામે છે. એમ પુણ્યપાપને નાશ થાય છે. કારણરૂપે પુણ્ય-પાપ હતા અને કર્મક્ષયમાં તે જ ન રહા તે પછી તેમાંથી ઉત્પન્ન થયેલા સુખ-દુઃખ તે ક્યાંથી રહે? માટે મુકતાત્મા આકાશની પેઠે સુખ-દુઃખ રહિત સિધ્ધ થશે અને બીજી રીતે સુખ-દુઃખને અનુભવ કરવા માટે જે શરીર, ઇન્દ્રિયે આદિ સાધન હતા. હવે મેક્ષમાં અશરીરી અવસ્થામાં એ પણ નથી રહયા તે પછી સિધે અનન્ત સુખી વગેરે કયાંથી કહી શકાય ? કારણ શરીર ઈન્દ્રિય તે સુખદુઃખની ઉપલબ્ધિને આધાર છે. બીજુ પુણ્યનું ફળ કયા જન્ય હોવાથી દુઃખરૂપ જ છે. એ જ વાત પાપના ફળમાં પણ કહી શકાય. આ પ્રમાણે કહેવું તે પ્રત્યક્ષ વિરૂધ્ધ લાગશે.
ઉપરોક્ત પ્રભાસના પ્રશ્નને ઉત્તર આપતાં સર્વજ્ઞ પ્રભુ ફરમાવે છે કે जतेाच्चिय पप्चेकख साम्म ! सुहनस्थि दुकखमेवेदं । तप्पडियारविभत्त तो पुण्णफल पि दुकख ति ॥ विसयसुह दुकख चिय दुकखपडियारओ तिडीण्छव्व । त सुहमुवयाराओ न यावयारो विणा तण्च ॥ तम्हा ज मुतसह त तच्च दुखसखहऽवस्स। मणिणाऽणाबाहस्स व णिप्पडियारप्पसूइओ ।।