Book Title: Sachitra Gandharwad Part 02
Author(s): Arunvijay
Publisher: Visha Shrimali Tapagacch Gyati Jain Sangh

View full book text
Previous | Next

Page 591
________________ (યથાખ્યાત ચારિત્ર) () અનન્ત વય (૫) અનામીઅરૂપી પણ (૬) અગુરુલઘુ (૭) અનન્ત (અવ્યાબાધ) સુખ (૮) અક્ષય સ્થિતિ, આ આઠ જ ચૈતન્ય સ્વરૂપ ચેતન દ્રવ્ય આત્માના મૂળભૂત ગુણ છે. દરેક જીવાત્મામાં મૂળભૂત પડેલો જ છે. આ જ ગુણે આજે આપણામાં પણ છે. અને એક નાની કીડીમાખીના અને ઝાડ-પાન વનસ્પતિના જીવનમાં પણ આ સર્વે ગુણે મુળભુત પહેલા જ છે. તફાવત એટલે જ કે આપણામાં અને સર્વ જમાં આ ગુણો કર્મના આવરણથી ઢંકાયેલા છે. દબાયેલા છે. જેમ સુર્ય વાદળાએથી ઢંકાયેલે છે, અથવા તે ઢાંકણાથી કઈ વસ્તુ હંકાયેલી હોય તેમ આત્માના આ સર્વગુણે કર્મના આવરણથી ઢંકાયેલા છે. આમાંના પ્રથમ ચાર કમેને ક્ષય થાય એટલે આત્મા સર્વજ્ઞ-સર્વદર્શીવીતરાગી બને છે. કેવળી બને છે. અને બીજા ૪ અઘાતી કર્મોને પણ ક્ષય થઈ જાય અર્થત આઠેય કમેને સર્વથા સંપૂર્ણપણે ક્ષય થઈ જાય ત્યારે આત્મા સિધ-બુધ-મુકત બને છે. મોક્ષે જાય છે. ત્યારે આજ આઠેય ગુણે જે મુળભુત સર્વ જવેમાં છે તે જ મુકતાત્મામાં પુર્ણપણે પ્રગટ થાય છે. કારણકે કર્મના સર્વે આવરણે ખસી જવાથી આ જ ગુણો પૂર્ણ શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થાય છે. ૧૦.

Loading...

Page Navigation
1 ... 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604