________________
બીજું જેમ પરમાણું કયારેય પણ રૂપાદિ રહિત હેય નહી. તેમ આત્મા કયારેય જ્ઞાનરહિત હેય નહીં. બને જ નહીં. જેમ માતા અને વળ્યા બને એકને જ કહેવું પરસ્પર વિરુદ્ધ છે તેમ “આત્મા” અને “જ્ઞાનરહિત” એમ કહેવું તે પરસ્પર તદ્દન વિરુદ્ધ છે. વ્યવહારમાં પણ એમ તે કેશુ કહેવાને છે કે મારી માતા વધ્યા છે. ના સંભવ જ નથી. કારણ કે જે માતા હોય તે વળ્યા ન હોય અને જે વધ્યા હોય તે, માતા ન હોય. એમ અહીંયાં પણ જે આત્મા હોય તે જ્ઞાન વિના ન હોય અને જે જ્ઞાન રહિત છે તે કામ નથી. માટે મુક્તાત્માને પણ આત્મા સ્વીકારીને તેને પણ જ્ઞાનમય જ સ્વીકા પડશે. આત્મા જ્ઞાનમય જ છે. સંસારી હોય કે મુક્ત પરન્ત સંસારીમાંથી મુક્ત બન્યા પછી સંસારી અવરથાના. જ્ઞાનના પ્રમાણ કરતાં મુકતામાં જ્ઞાનનું પ્રમાણ અનત ગણું વધી જાય છે. મુતાત્મા અનન્તજ્ઞાની–પૂર્ણજ્ઞાની બની જાય છે. કારણ તથા પ્રકારના સર્વ જ્ઞાનાવરણીય કર્મોને ક્ષય થઈ ગયા છે માટે.. હા જીવ સર્વથા જ્ઞાનરહિત બની જાય તે જડ (જીવ) બની જાય, પરંતુ એ કદાપિ બનતું જ નથી. શકય જ નથી. સંભવ જ નથી. માટે આત્માને કયારેય સંસારી કે મુક્ત કઈ પણ અવસ્થામાં અજ્ઞાની અર્થાત જ્ઞાનરહિત માનવાની આવશ્યકતા નથી. અર્થાત આત્મામાં કયારેય જ્ઞાનને અભાવ સંભવ જ નથી. અને માટે જ જીવ કયારેય અજીવ બની જ ન શકે. જ્ઞાનાદિગુણે જ જીવ અને અજીવની વચ્ચેના મુખ્ય ભેદક ગુણે છે.