________________
પ્રાપ્ત કરે છે. એ જ સર્વજ્ઞાન મોક્ષમાં પણ રહે છે. શરીર– ઈન્દ્રિયના અભાવમાં પણ મેક્ષમાં જ્ઞાન રહે છે.
ભગવાને કહ્યું – હે પ્રભાસ ! કરણે થત જ્ઞાનેન્દ્રિયના. અભાવના હેતુથી જે તું મુકત જીવને અજ્ઞાની કહેશે તે, તે જ હેતુથી આકાશના દષ્ટાંત દ્વારા એ જ મુક્તાત્માને અજીવ પણ સિદ્ધ કરી શકશે. આ પ્રમાણે બને તે જ્ઞાનેન્દ્રિયને અભાવ” આ હેતુ વિરુદ્ધ બની જાય. સદ્ હેતુ ન રહે
પ્રભાસ – ના પ્રભુ ! એ હેતુ વિરૂદ નથી. કારણું, મુક્તાત્માને જીવ જ માનવે જોઈએ એમ હું નથી માનતો. ભલે એ હેતુથી મુકતાત્મા અજીવ સિદ્ધ થશે તે પણ ચાલશે. મને તે આપત્તિ નથી. પરંતુ આપના સિધ્ધાંતમાં જ આપત્તિ આવશે.
ભગવાન – હે પ્રભાસ ! આ તે તું કરણના અભાવવાળા હેતુથી આત્માને આકાશની જેમ અજ્ઞાની સિદ્ધ કરે છે. તેથી મેં આ આપત્તિ આપી કે મુતાત્મા અજીવ થઈ જશે. પરન્તુ વસ્તુતઃ મુકતાત્મા અજ્ઞાની પણ નથી અને અજીવ પણ નથી. આત્મ સ્વરૂપને સારી રીતે ઓળખે તે મેક્ષ પણ સારી રીતે સમજાઈ જાય. કારણું, મેક્ષ એ બીજુ કંઈ નથી, પણ આત્માની જ કરહિત ચરમ શુધ્ધાવસ્થા વિશેષ છે.
પ્રથમ તે એ જાણવા જેવું છે કે કરણના (ઇન્દ્રિયના) અભાવમાં પણ આત્મા અજીવ નથી બનતે. કોઈ પણ વસ્તુની રવાભાવિક જાતિ અત્યન્ત વિપરીત જાતિરૂપે પરિણત થઈ શકતી નથી. જીવ–અજીવ તદ્દન વિપરીત ગુણવાળાં દ્રવ્યો છે.