________________
તારાઓની જઘન્ય સ્થિતિ ઉપરનાં સૂત્રમાં કહેવાઈ ગઈ છે. આથી તિષ્કના સૂર્ય આદિ ચાર ભેદોમાં જઘન્ય સ્થિતિની વિચારણા કરવાની રહે છે. તિષ્કના ચાર ભેદોમાં પણ સૂર્ય—ચંદ્ર ઈ દ્રોની, તેમની ઈદ્રાણીઓની અને વિમાનાધિપતિ દેવેની જઘન્ય સ્થિતિ નથી, આથી અહીં શેષ તરીકે સૂર્યાદિ ચારના વિમાનમાં રહેનારા સામાન્ય દે સમજવા.
દેવતાઓને સંઘયણ નથી હોતા. ૬ દિશાને આહાર હોય છે, સર્વ કષાય અને ઇન્દ્રિય અને સંજ્ઞા વગેરે હોય છે. દેવતાઓમાં કેઈનપુંસક નથી લેતા. પુરૂષ-સ્ત્રી વેદવાદા બે જ વેદવાળા હોય છે. જયાં દેવીઓ છે. ત્યાં દેવે કરતા પણ દેવીઓ ૩૨ ગણ અધિક છે. દેવમાં સમ્યકત્વને ૩ જ્ઞાન, અવધિજ્ઞાન સુધી હોય છે, મિથ્યાત્વીને ૩ અજ્ઞાની હોય છે. વિભંગાવધિ હોય છે. દેવતાઓ ફકત ચોથા ગુણ રથાન સુધી જ પહોંચે છે, તેથી આગળ નહીં. શૈમાનિક દેવલોકમાં પીત- પદ્મ લેહ્યા, હોય છે. અને અર્થાત પ્રથમ બે માં પીત વેશ્યા, પછી ૩, ૪, ૫ માં પદ્મ લેશ્યા અને પછી ૬ થી છેક ઉપર અનુતર વિમાન સુધીના દેવતાઓમાં શુકલ લેહ્યા હોય છે.
ભવનપતિ અને વ્યંતર નિકાયમાં પહેલી ત્રણ અશુભ લેશ્વા-કૃષ્ણ, નીલ, કાપાત લેશ્યા હોય છે.
શ્રી ભગવતી સૂત્રમાં ચમરેન્દ્ર અને સૌધર્મેદ્રની વચ્ચે થયેલા સંઘર્ષનું વર્ણન પણ કર્યું છે.
સાતમા ગણધર શ્રી મૌર્ય પુત્રે ભગવત મહાવીર પરમાત્મા ને દેવસંબંધી શંકા પછી એટલે સવિજ્ઞ ભગવંતે તે સ્પષ્ટ કહી દીધું હે મૌર્યપુત્ર ! આ પ્રત્યક્ષ પ્રમાણમાં વળી શંકા
( ૮૧