________________
- નથી કરતું, મનને પણ નિધિ કરવામાં આવે છે. તે પછી આવા સમયના આનન્દ કે સુખને અનુભવક કોણ? માત્ર આત્મા. માટે આત્મા સ્વયં સુખને ભેકતા છે. રૂપ-રસ-ગંધ, સ્પર્શ આદિ તે વિષે છે, ઈન્દ્રિયે કરણ છે. ૌલિક પદાર્થો તે સાધન છે. સુખ સાધન-સામગ્રીના પદાર્થોમાં નથી. એક જ પદાર્થ કેઇના માટે સુખનું કારણ બને તે એ જ પદાર્થ તુ બીજા માટે દુઃખનું કારણ પણ બની શકે છે. માટે સુખ ફક્ત પદાર્થમાં, વસ્તુમાં જ છે એવું પણ માની લેવાની જરૂર નથી. જેની પાસે અઢળક ધન-સંપત્તિ, સુખ-સાહેબી, સાધન સામગ્રી આદિ ગાડી-વાડી–બાગ બંગલા, પુત્ર-પત્નીપરિવાર આદિ વિપુલ પ્રમાણમાં ઘણું હોવા છતાં પણ ઘણું લેકે ભારે દુઃખી છે. અને સાધુ સંતે પાસે કંઈ નથી હોવા છતાં આનન્દમાં છે, સુખમાં છે, પરમ સુખી છે. એમની સમતાના સુખની સામે તે સ્વર્ગ–કે સંસારનાં સુખે પણ શી ગણતરીમાં? પૂજ્ય વાચકવર્ય ઉમાસવાતિજી મહારાજ પ્રશમરતિમાં કહે છે
स्वर्गसुखानि परेरामाण्यत्यन्त परेक्षमेव मेक्षिसुखन् । प्रत्यक्ष प्रशमसुख न परवश न व्ययप्राप्तम् ॥
અથત રવર્ગનાં સુખે તે પક્ષ છે, અને મેક્ષનાં સુખે તો અત્યંત પક્ષ છે. સમવભાવનું પ્રથમરસનું સુખ એક માત્ર પ્રત્યક્ષ છે. જે પરવશ–પરાધીન, નથી, સવવશ અને સ્વાધીન છે. અવિનાશી-શાશ્વત છે.