________________
મુક્તાત્માને અકૃત્રિમ અને સ્વાભાવિક પ્રકૃષ્ટ કક્ષાનું સુખ હોય છે. તેઓ અશરીરી હોવાના કારણે તેમને કંઈ પણ જોગવવાપણું હવે રહેતું નથી. માટે કઈ પણ લેગ વિના તેઓ પરમ સુખી છે. જન્મ-જરા, મરણ, આધિ-વ્યાધિઉપાધિ રહિત, ઈષ્ટ વિગ, અરતિ, શેક, ક્ષુધા, પાસ, શીત, ઉપણું, કામ-ક્રોધ, માન, તૃષ્ણા, રાગ, દ્વેષ, ચિન્તા,
સુજ્ય આદિ સર્વ બાધાને અભાવ હોવાથી અવ્યાબાધ સુખ છે. પરંતુ એને અર્થ એમ પણ નથી કે સર્વથા જડ અવસ્થા છે. કારણ આ બધું એક જડ પદાર્થમાં પણ ઉપલબ્ધ નથી. તે શું એક જડ પદાર્થ પણ પરમ સુખી ? ના. સુખાનુભૂતિ એ જડને સ્વભાવ જ નથી. જડમાં જ્ઞાન પણ નથી. જ્યારે સુખ તે જ્ઞાનગમ્ય છે. અને મુકતાત્મા પરમજ્ઞાની, સર્વજ્ઞાન, અનન્તાની છે. અને બીજી બાજુ વિતરાગી છે. અર્થાત રાગ-દ્વેષ રહિત છે. માટે એ પણ પ્રશ્ન ઉત્પન્ન નથી થતો કે તે મુકતાત્મા કામ–ભેગાદિ પ્રિય વિષયેના ભેગથી સુખ અનુભવતા હશે ? ના.
તત્વાર્થ ભાથની ટીકામાં જણાવ્યું છે કેस व्याबाधाभावात् सर्वज्ञत्वाच्च भवति परमसुखी । व्याबाधाभावोऽत्र स्वच्छस्य ज्ञस्य परमसुखम् ॥
કોઈ પણ જાતની બાધા ન હોવાથી અને સર્વજ્ઞ રહેવાથી તે મુકતામા પરમ સુખી છે, બધાને સર્વથા અભાવ એ જ સમય જ્ઞાતા સર્વજ્ઞનું પરમ સુખ છે. મુકિત અજ્ઞાનાત્મિકા જડ નથી યાયિક દર્શનવાદી “વંત દુઃધ્યાિ ા ”