________________
આપણે બધા આવા સુખથી પણ કંટાળી ગયા છીએમાટે હવે એવું સુખ જોઈએ, જે સ્વાધીન અને સ્વવશ હેય, ક્ષણિક નહીં પણ નિત્ય હાય. વૈષયિક, ભૌતિક કે પાલિક ન હોય પરંતુ આત્મિક, આધ્યાત્મિક હેય. શરીર, ઈન્દ્રિયે. અને મન વડે ભેગવાતું શારીરિક, દ્રિય અને માનસિક ન હોય પરંતુ આત્મિક હેય. અન્તવાળું નહીં પણ અનન્ત હાય. અજ્ઞાન કે મેહને આધીન ન હોય. પરતુ જ્ઞાનમય અને નિજસ્વભાવની રમણુતાવાળું હેય. સુખ પણ આનન્દમય હાય. સચ્ચિદાનંદમય હોય. અમર એવું નિત્ય રહેનારું હોય. સ્વયં સંવેદ્ય તેવું જોઈએ. વિદ્ધ વિનાનું અવ્યાબાધ સુખ હોવું જોઈએ.
આ જે વર્ણન કર્યું છે, એવું સુખ માત્ર મેક્ષમાં હોય છે. અથવા આવું પરમ સુખ જ્યાં મળ્યું હોય કે મળતું હોય તે જગ્યાનું નામ મોક્ષ છે. ત્યાં આવા પ્રકારનું સુખ મળે છે માટે તે જગા પણ અજ–અમર–શાશ્વત અનન્ત સ્વરૂપવાળું છે. ત્યાં અજ્ઞાનતા કે મેહ નથી. માટે ત્યાંનું સુખ સર્વજ્ઞાનમય રાગ-દ્વેષરહિત વીતરાગતાય છે. માટે સુખ હવે ફક્ત સુખ જ નહીં પણ આનન્દરૂપે છે. આનાઘનરૂપે છે. શરીર, ઈન્દ્રિય કે મનને આધીન ન હોવાને કારણે અશરીરી, અનીન્દ્રિય તથા અમન મનાતીત છે. સવયં સંવેદ્ય છે. માટે નિત્ય છે. અનન્ત છે. અવ્યાબાધ છે. સચ્ચિદાનંદ વરૂપે ચિઘન, સ્વરૂપે અક્ષય સુખ છે. પરમસુખ છે. આવા સ્થાનનું, આવી અવસ્થા વિશેષનું નામ છે મેક્ષ.
૪૮