________________
એ પ્રથમ સુખ એટલે આત્માને સહજ શાન્ત સ્વભાવ સ્વરમણતાને અદ્દભુત સુખ આનંદ તે આત્મવેદ્ય છે. -સુખ કેવું જોઇએ ? ક્ષણિક કે નિત્ય ?
અનેક જાતનાં, અનેક પ્રકારનાં સુખે છે. આવીને ચાલવું જાય, ન પણ ટકે એવું સુખ આ સંસારમાં છે. અને વિષાવિક સુખ તે ક્ષણિક છે. ૧-૨ મિનિટ માટે જ તેને અનુભવ છે. પરંતુ તે સુખની ૧ મિનિટમાં સમાપ્તિ પછી દુઃખની અનુભૂતિ છે. સંસારના સુખે પણ દુઃખનિશ્ચિત છે. પરિવારને દુઃખદાયી છે. અને દુઃખરૂપ નીવડે છે. શરીર, ઈન્દ્રિય અને મન વડે ભેગવાતાં સુખે પતંત્ર છે, પરાધીન છે. દૂગલંક અને નૈતિક છે. પુદ્ગલપિંડના પદાર્થો ઉપર આધારિત છે. પરંતુ તે પુગલ પદાર્થ જ નાશવંત છે. તેની સુંદરતા કૃત્રિમ છે. માટે તેના આધારે મળનાર સુખ ૫ નાશવંત જ હોય છે. અને કૃત્રિમ હોય છે. દા. ત., એક વસ્તુ. કાચને જગ પરદેશથી એક હજાર રૂપિયાને લાવ્યા. તેને ઘરમાં શેભાની જગાએ મૂકી સજાવીને આનંદ પામ્યા. જોઈ જોઈને રાજી થયા. પરંતુ થોડા જ દિવસોમાં તે પડ્યો અને ફૂટી ગયે. તે જોઈ ભારે નારાજ, દુઃખી બન્યા. પહેલાં સુખ અને પછી દુઃખ એમ સુખની પાછળ દુઃખ તૈયાર છે. પ્રથમ એક સુંદર સ્ત્રી સાથેના વિષયમાં ક્ષણિક સુખ અનુભવતા. થડે કાળ પસાર થયા પછી અણબનાવ, બીતિ વધવા માંડી અને ગઈ કાલે જે ગમતી હતી તે આજે અણગમતી બની ગઈ. સુખ એ દુઃખમાં પરિણમી ગયું. સંચા, કેઈ સુખ - લાંબુ ટકતું નથી.
૪૭