________________
;
૧૧મા ગણધર – શ્રી પ્રભાસવામી એ વિષય: “મોક્ષસિદ્ધિ રી. શંકા- શું મોક્ષ છે કે નહીં?
ન
ते पव्वइए सोउपहासो आगच्छई जिणसयास। वच्चामि ण वदामि व दित्ता पज्जुवासामि ॥ १९७२
પરમ પૂજ્ય ચરમ તીર્થપતિ તરણતારણ પરમપિતા સર્વજ્ઞ પરમાત્મા શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીને નમરકારપૂર્વક..! પ્રભાસ સ્વામીનું આગમન
પિતાની પૂર્વે દસમા મેતાર્ય પંડિતે ૩૦૦ શિષ્ય સાથે દીક્ષા લીધી, શંકાનું સમાધાન કર્યું. કૃતકૃત્ય થયા તે સાંભળીને ને અપાપાપુરીમાં સેમિલ વિપ્રના આમંત્રણથી યજ્ઞમાં પધારેલા ૧૧ દિગ્ગજ ધુરંધર વિદ્વાનેમાંના અગિયારમાં અને છેલ્લા દ્વિતમ વિદ્વાન પંડિત પ્રભાસ બિલ કૌન્ડિન્ય આવ્યા. રાજગૃહના બ્રાહ્મણ જ્ઞાતીય અને કૌન્ડિન્ય ગેત્રીય બલપિતાના પુત્ર પ્રભાસ પંડિત ૧૬ વર્ષની તરુણ વયે જ ૩૦૦ શિષ્યના ગુરુ અને વિદ્વાન હતા. પ્રભુ મહાવીર પાસે શંકાઓનું સમાધાન અને ચર્ચા કરવા પધારેલા ૧૧ પંડિતેની હારમાળામાં પ્રભાસ છેલ્લા, અગિયારમા છે. અગિયારે ગણુધરેશમાં સૌથી નાની ઉંમરના