________________
તેમ સમ્યગ દાન-જ્ઞાન-ચારિત્ર-તપ આદિની સાધના દ્વારા, આત્માને પણ શુદ્ધ બનાવી શકાય છે. જેમ સાબુથી મેલ દૂર કરીને કપડાને શુદ્ધ બનાવી શકાય છે, એ જ પ્રમાણે આત્મા ઉપર પણ કર્મનાં રજકણેને મેલ ચોટી ગયા છે. તે આ કમમેકથી મલિન થયેલે આત્મા અનન્તાં વર્ષોથી અશુધ. કહેવાય છે. હવે એવા પ્રકારની આત્મધર્મની સાધના કરવી જોઈએ કે જેનાથી આત્મા ઉપર આ કર્મને મેલ છૂટો પડે, ધોવાઈ જાય અને આત્મા શુદ્ધ બને. માટે જે આત્મગુણે કર્મની રજ નીચે ઢંકાઈ ગયા છે તેને જ પ્રાદુર્ભાવ કરવા માટે તે જ ગુણનું વ્યવહારમાં આચરણ કરવું, જેથી કમને ક્ષય થાય અને આત્મગુણે પ્રગટ થાય. તે પ્રક્રિયાને જ ધર્મ કહેવામાં આવે છે. ધર્મ જ આત્મા અને કર્મના બંધનને છૂટાં પાડવા સમર્થ છે. એ સિવાય બીજો વિકલ્પ નથી. આ નિર્જરા ધર્મ છે. અને જે વખતે સર્વથા સર્વ કર્મોને સંપૂર્ણપણે નાશ થઈ જશે ત્યારે મેક્ષ કહેવાશે.
વિકાર નહિ જણાતો હોવાથી, આત્મા આકાશની જેમ અવિનાશી ધર્મવાળે છે. જે વિનાશ ધર્મવાળો છે તે ઘટપટના અવયવની જેમ વિકારવાળા હોય છે. માટે મુક્તાત્મા અવિકારી હોવાથી નિત્ય છે. અને તે આત્મા નિત્ય હોવાથી મેક્ષ પણ નિત્ય છે.
જેવી રીતે સુવર્ણ અને માટીને પ્રથમથી જ અનાદિ સંગ હોવા છતાં પ્રગ વિશેષથી બન્નેને વિગ થાય છે, છૂટા પડે છે તેમ જીવ–કર્મને અનાદિ સંયોગ હોવા