________________
વિકલ્પ ત નથી. એ માટે આહંત દર્શન–જૈન ધર્મ આત્મવાદી અને મેક્ષાનુલક્ષી ધર્મ તથા દઈને છે. માટે જ કર્મક્ષયની પ્રવૃત્તિને જ ધર્મમાનીને સતત કર્મક્ષય (નિર્જરા)ની જ ધર્મરાધના કરવામાં ઉદ્યમવંત છે. જે તત્વ સિદ્ધાન્તમાં છે, એ જ તત્ત્વ અને સિધાન્ત આચરણમાં છે. જીવન વ્યવહારમાં
જીવંત છે. બંધ અને મેક્ષઃ બંધ અને મોક્ષ બને તને આત્મસાપેક્ષિક છે. આત્મસંબંધી છે. એક જ સિકકાની બે બાજુ જેવી આ વાત છે. જે સંસારમાં કર્મ બંધ માનીએ છીએ તે એક દિવસ તેને જ મોક્ષ અર્થાત તે જ કમેને સર્વથા છુટકારે પણ માનવે જ જોઈએ. - જીવ જે દાનાદિ કરે છે. અથવા અહિંસા આદિ જે અશુભ પ્રવૃત્તિ કરે છે, તે બન્ને પ્રકારની પ્રવૃત્તિમાં પુણ્ય-પાપ, શુભ -અશુભ બન્ને પ્રકારના કર્મથી છવ બંધાય છે. જેમ કપડાં ઉપર ધૂળ-રજકણ ચાટે અને શુદ્ધ-સ્વચ્છ કપડું મેલું દેખાય છે તેમ, આત્મા ઉપર કર્મ રજ ચાટવાથી આત્મા મલિન, અશુદ્ધ બને છે. જીવાત્માને પોતાના રાગ-દ્વેષના અધ્યવસાય વિશેષના કારણે જ બહારથી કર્મયોગ્ય કાર્મણવગણના રજકણે ખેંચાઈને આત્મપ્રદેશમાં આવે છે. અને દૂધ-પાણીની જેમ ભેગા થઈને, બંધાઈને, એકરસ થઈને નિયતકાળ સુધી રહે છે. અને પ્રયત્ન વિશેષે બંધને વિચ્છેદ થાય છે, જેમ પુરુષાર્થ પ્રયત્નવિશેષથી દૂધ-પાણીને છૂટાં પાડી શકાય છે, અગ્નિમાં તપાવીને માટી દુર કરીને સુવર્ણને શુદ્ધ બનાવી શકાય છે.
૩પ