________________
૩૦ કે ૨૦ કડાકોડી સાગરોપમ વર્ષને કાળ કહ્યો છે. તે આ ૭૦, ૩૦ કે ૨૦ કડાકોડી સાગરોપમ એટલે અનાદિ નથી થઈ જતું. તે પછી જીવકર્મ સંયોગ અનાદિ કેવી રીતે સિધ્ધ થશે ? ત્યાર ગીતાર્થ જ્ઞાની ભગવંત કહે છે, આ ઉકૃષ્ટ કાળસ્થિતિ તે ફકત એક વાર બાંધેલા કર્મની છે. અને આંખના એક પલકારે થતા અસંખ્ય સમયોમાંના દર સમયે જીવ સાત-સાત કર્મ બાંધે છે. આયુષ્ય બાંધે તે આઠ કર્મ બાંધે. જો કે દર સમય બંધાતાં કર્મોની આટલી ઉત્કૃષ્ટ સ્થિતિ નથી બંધાતી. સામાન્ય સ્થિતિના જ બાંધીએ છીએ પરંતુ -તીવ્ર અધ્યવસાયમાં ઉત્કૃષ્ટ સ્થિતિનાં કર્મો બાંધી શકે છે.
આ પ્રમાણે કર્મો રોજ બાંધીએ છીએ. જે રેજનું કર્મ ભિન્ન-ભિન્ન સ્વતંત્ર છે. જેમ એક પ્રવાહબધું વહેતી નદીનું પાણી દરેક ગામે-ગામે જુદું જુદું ઓળખાય છે. ગામના નામ પ્રમાણે વગેરે ઘણાં નામથી ઓળખાય છે. પરંતુ મૂળમાં જોઈએ તે પ્રવાહથી પાણી એક જ છે. એ જ ગંગા જે સમુદ્રમાં ડૂબી રહી છે તે પાણી અને એ જ ગંગા જે માનસરોવરથી નીકળી રહી છે તે પ્રવાહથી એક જ કહેવાય છે. એમ એક કર્મ આજે બાંગ્યું, એક ગઈ કાલે, એક એનાથી પણ પહેલાં. એક કર્મ ગત જન્મમાં, હજી એનાથી પણ પહેલાના જન્મમાં. એનાથી પણ પહેલાંના જન્મમાં એમ આત્માના સંસારમાં જન્મે કેટલા? અનન્તા. તે અનન્ત જન્મમાં જીવે કર્મો કેટલાં બધાં? અનન્ત. આ અનન્તમાં પ્રથમ બંધ કર્યો? અને કયારે બંધાયો? એ શોધવું સંભવ નથી. કારણું, નિગેટ