________________
મૃત્યકાળ પર્યન્ત અગ્નિહોત્ર હોમ કર. આ વેદવાક્યમાં મેક્ષ હેતુભૂત ક્રિયાને આરંભકાળ બતાવ્યા નથી. માટે આ વેદવાક્યને લઈને તું મેક્ષ સંબંધી જે શંકા કરે છે તે પણ ઉચિત નથી. છતાં પણ આ વાકયમાં “ar' શબ્દને “અપિ” એટલે “પણું અર્થ છે. તેથી તે પદને અર્થ એ છે કે, જીવન પર્યન્ત સર્વ કાળ સુધી પણ અગ્નિહોત્ર હોમ કર. અને વા શબ્દથી મોક્ષની ઈચ્છાવાળાએ મોક્ષહેતુભૂત અનુષ્ઠાન પણ કરવું અર્થાત્ મેક્ષની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર કરવાની આવશ્યકતા નથી. કારણ કે તે સ્વર્ગ હેતુભૂત ક્રિયા છે. માટે મેક્ષાર્થીએ મેક્ષ સાધક ક્રિયા કરવી. સ્વર્ગથીએ અગ્નિહોત્ર કરે, એમ વેદવાકયને કહેવાનો આશય સ્પષ્ટ છે. માટે તું તે સ્પષ્ટ આશય સમજે અને “વાને અર્થ બરોબર મસાડે તે મોક્ષ સંબંધી કઈ શંકા જ ન રહે. આ પ્રમાણે પ્રભુએ વેદોક્ત કૃતિને બરોબર અર્થે કરી બતાવ્યું અને પ્રભાસને ભ્રમ દૂર કર્યો. પ્રભાસને વેદ વાકયના અર્થ કરવાની પોતાની ભૂલ સમજાણી. હવે પ્રભાસની કેટલીક વ્યક્તિગત યુકિતઓ તથા માન્યતાઓને પણ વાસ્તવિકર્થ પ્રભુ સમજાવે છે. જીવ-કર્મના અનાદિ સંબંધોને નાશ થઈ શકે ?
કર્મ પ્રવાહના આ સંસારમાં જીવ અનાદિ કાળથી છે.” અને કામણ વર્ગણાના પુદુગળ–પરમાણુઓ પણ અનાદિ કાળથી છે. જીવગત રાગ-દ્વેષની પરિણતિ પણ જીવની સાથે અનદિની છે. ખાણમાંથી સર્વ પ્રથમ નીકળતું સેનું જેમ માટીની સાથે મિશ્રિત જ છે. તેનું પહેલાથી માટી મિશ્રિત જ કેમ નીકળે