________________
છે, માટે સર્વસાધારણ મનુષ્યને પણ આટલું પ્રત્યક્ષ જ્ઞાન સ્પષ્ટ છે. અને માટે જ સંસારમાં જ એક જ સુવર્ણદ્રવ્ય સેંકડે પર્યા, આકૃતિઓ, આભૂષણે લેકે બનાવે છે. વાપરે છે. એ જ પ્રમાણે જીવાત્મા પણ એક મૂળદ્રવ્ય છે, અને સ્વગીય દેવ–મનુષ્ય–પશુ-પક્ષી–તિર્યંચ તથા નારક એ સવ* જીવની પર્યાય છે. અને તે પણ બદલાય છે. પરિવર્તનશીલ છે.
એક પર્યાયને નાશ અને બીજી પર્યાયની ઉત્પત્તિ થાય છે, મનુષ્ય પર્યાય નષ્ટ થઈને મૃત્યુ પછી પશુ-પક્ષી આદિની બીજી પયય જીવ ધારણ કરે છે, એમ કરતાં કરતાં આજ સૂધી જીવાત્માએ અનન્ત પર્યાયો બદલાવી છે. અનન્ત જન્મ -મરણ કર્યા છે છતાં પણ એ અનન્ત પર્યાયોમાં અનુગત રહેલ જીવ એ જ છે. માટે પર્યાયના નારા સાથે દ્રવ્યને નાશ થઇ જાય છે, એવી માન્યતા ખોટી છે. હે પ્રભાસ ! તું જે માને છે કે, જીવની સંસાર પર્યાયને નાશ થઈ જવાથી ઉત્પન્ન મુક્તાવસ્થામાં જીવદ્રવ્યને પણ નાશ થઈ જાય છે. દીપકના નિર્વાણની જેમ અતિ દીપક ઓલવાઈ ગયા પછી કયાં ગયે ? શું કઈ દિશામાં ગયે ? શું લેપ થઈ ગયો ? શું થયું ? એમ સંસારને નાશ થયા પછી જીવને પણ દીપકની જેમ નાશ થઈ જાય છે. આ પક્ષ યુકિતયુક્ત સિદ્ધ નથી થતું. પર્યાય માત્ર ઉત્પાદ-વિનાશશીલ છે. પરંતુ દ્રવ્ય- ધુવસ્વભાવી નિત્ય છે. અને નિત્ય એ છે કે, જેને નાશ નથી થતું, અવિનાશી- શાશ્વત છે. એ જ પ્રમાણે, જીવાત્મા નિત્યશાશ્વત તથા અવિનાશી સિદ્ધ થાય છે.