________________
કાળથી એક સાથે ભેગાં જોડાયેલાં છે, અનાદિ સંયોગ છે છતાં પણ કઈ પ્રયત્ન વિશેષથી, પ્રયોગથી બંનેને છૂટાં પાડી શકાય છે. અને તે છે જ્ઞાન-કિયા અર્થાત સમ્યગ જ્ઞાન અને સમ્યગ ચારિત્ર (ક્રિયા). આની સાધનાથી જીવાત્માના પ્રદેશ ઉપરથી કર્મની બધી રજકણે ખરતી જશે. અને જીવ એક દિવસ આ અનાદિ સંગમાંથી છુટકારો મેળવી શકશે, મુક્ત થઈ શકશે. આ વિષયમાં આગળ પંડિકસવામીના વ્યાખ્યાનમાં
કર્મ બંધ-મેક્ષ સિદ્ધિ”માં ઘણું કહેવાયું છે, તે ખાસ જાણવું જરૂરી છે.
“નાઇજિરિયા-વા” “જ્ઞાનવિખ્યાં છે”
શ્રી પવિત્ર જિનાગમનંદ સૂત્રમાં આ સુત્ર આપીને કહ્યું છે કે જ્ઞાન અને ક્રિયા વડે મેક્ષ સાધ્ય છે. જ્ઞાન-સમ્ય જ્ઞાનેગની સાધના જે ઘણાં કર્મ અપાવે છે. “જ્ઞાની કવાસો છવાસમાં કરે કર્મને ક્ષય” કહ્યું છે. અર્થાત્ જ્ઞાની મહાત્મા વાસોચ્છવાસ લેવા માત્ર કાળમાં પણ અદભૂત કર્મ નિર્જરા કરી શકે છે. અને સાથે સાથે સમ્યગ ચારિત્ર (ક્રિયા) છે, જે પ્રથમ કર્મના આશ્રવને નિરોધ એટલે સંવર કરી દે છે. અને પછી નિર્જરામાં કર્મક્ષય કરે છે.
દષ્ટાન્ત આપતાં એમ કહ્યું છે કે, જેમ એક આંધળે અને એક પાંગળ બંને જ ગલમાં દાવાનળમાં ફસાઈ ગયા હોય અને ચારે આજુ આગ લાગી હોય તે હવે બચવું કેવી રીતે? ભાગવું કેવી રીતે ? આંધળે જોઈ ન શકે કે કઈ બાજુ ભાગવું અને પાંગળે જુએ છે તે પગ વિના ચાલી નથી શકતા, ભાગી નથી શકતે.