________________
આ એક જ છેa ગણધર છે. તેઓ પોતાની ૧૬ વર્ષની નાની ઉંમરે ૩૦૦ વિદ્વાન શિવે સાથે પ્રભુ પાસે આવ્યા. મનમાં એવી ભાવના છે કે, હું પણ સર્વજ્ઞ ભગવંત પાસે જઈશ, પ્રભુને વંદન કરીશ, વંદન કરીને તેમની સેવા કરીશ એમ વિચારીને પ્રભાસ પંડિત પ્રભુના સમવસરણે આવ્યા. પ્રભાસ સ્વામીની શંકાનું પ્રગટીકરણ
आभटठो य जिणेण जाइ-जरा-मरण-विप्पमुक्केण । नामेण य गोत्तेण य सवण्णू सव्वारसीण ॥
પ્રભાસ સમવસરણે આવ્યા એટલે પરમ કૃપાળુ પરમાત્મા સર્વજ્ઞ–સર્વદશ જન્મ–જરા મરણથી મુકત જિનેશ્વર શ્રી મહાવીર સ્વામીએ અત્યંત મધુર-મીઠા આવકારપૂર્વક તેમના નામ અને ગેત્રથી સંબંધીને બોલાવ્યા, હે કૌડિન્ય ગોત્રીય પ્રભાસ ! ભલે પધાર્યા. આ ભાઈ, આવે. ખુશીથી આવે. આવો મધુર અને મીઠો આવકાર મળતાં પ્રભાસનું મનડું નાચી ઊઠયું. તેઓ પ્રફુલ્લિત હૃદયે પ્રભુ પાસે પહોંચ્યા. વંદન -નમસ્કાર કર્યા. ત્યાં તે પ્રભાસના મનોગત ભાવને જાણ અંતર્યામી સર્વજ્ઞ ભગવંતે તેના મનની ઈચ્છા પ્રમાણે શંકા પ્રગટ કરતાં કહ્યું
किं मन्ने निव्वाण अत्थि नथित्ति संसभो तुज्ज्ञ । वेयपयाण य अत्थ न याणसी तेसिमो अत्थो ॥
હે સૌમ્ય પ્રભાસ ! તું એમ માને છે કે મેક્ષ (નિર્વાણુ) છે કે નથી ? તને મોક્ષની વિદ્યમાનતામાં આ સંશય છે. પરન્તુ આ સંશય તને પરસ્પર વિરુદ્ધ અર્થવાળાં વેદપદો