________________
૧૧
શુદ્ધ જીવની સત્તા અને મુક્તાત્માને નિરૂપમ અનન્ત સુખની પ્રાપ્તિની વાત આ કૃતિમાં સ્પષ્ટ કરવામાં આવી છે. “ત્તિ
પ્રજ્ઞા” આ વાક્યને અર્થ કરીને મોક્ષાવસ્થામાં જીવને સર્વથા અભાવ માની શકાય નહીં.
પ્રભાસ–હે ભગવંત ! “અરૂર વા યાત” આ વાકયમાં “અશરીર” શબ્દ છે તેને એ અર્થ કરીએ કે, જ્યારે સર્વથા શરીર નષ્ટ થઈ જાય છે ત્યારે જીવ પણ નાશ જ થઈ જાય ને? તે પણ કયાંથી રહેવાને છે? ગધેડાનાં શિંગડાંની જેમ અસત્ જ છે. વેદમાં કહ્યું છે કે, અશરીર નષ્ટ એવ: જીવને પ્રિય-અપ્રિય–અર્થાત્ સુખ–દુઃખ જેવું કંઈ રહેતું નથી. એટલે “મતા શારે” એ વાક્યના આધારે જીવન તથા સુખ-દુઃખને મેક્ષમાં અભાવ છે, એમ માનવું જોઈએ. અને દીપકના ઓલવાઈ જવાની જેમ નિવણ જેવો મોક્ષ અર્થાત્ જીવને સદંતર નાશ એ મેક્ષ વેદને અભિપ્રેત છે, એમ મને લાગે છે.
ભગવાન– હે આયુશ્મન ! તું એ વેદવાકયોને યથાર્થ વાસ્તવિક અર્થ નથી કરતે માટે આ ગૂંચવાડો ઊભે થયો છે. વેદમાં “કરાર” શબ્દ “અધન “અઘટ” જેવું છે. અધન એટલે ધનનો અભાવ બતાવે છે, ઘટને નિષેધ કરે છે. નિર્ધની માણસમાં ધનને અભાવ આ શબ્દથી સિદ્ધ થાય છે. એ જ પ્રમાણે અહીંયા “અશરીર’ શબ્દથી શરીર નથી એ અર્થ થાય છે. અર્થાત શરીર વિનાને જીવ. જેમ ધન વગરનો માણસ છે, એમ શરીર વિનાનો આત્મા છે એ જ