________________
છે, કર્મસિદ્ધ છે. તથા જીવનમાં અનુભવસિદ્ધ છે. નથી દેખાતું માટે નિષેધ કરે એ કઈ પ્રબળ યુકિત કે તર્ક નથી. એવું તે જીવનમાં ઘણું નથી દેખાતું. પણ એથી શું ?
પાક્યાત્ય જગતમાં પુનર્જન્માદિની વાતને આજે સમર્થન મળતું જાય છે. જ્યારે પવિત્ય ભારતીય ધર્મોમાં તે પહેલાંથી તેના મૂળમાં છે. જૈન ધર્મમાં તે અનાદિ કાળથી ગવાતી આવી છે. વીસમી સદીના માનવે Telepathy વિચાર સંક્રમણની. પદ્ધતિથી પણ પુનર્જન્મ–પૂર્વજન્મમી વાતે વિચારવા માંડી છે. અતીન્દ્રિયમનની અગ્રિન્ય શક્તિથી જન્મજન્મની માનવ જાતના ઇતિહાસની શોધ થઈ રહી છે. Pera-psych ology પરામને વિજ્ઞાનથી માનવમનની અચિજ્ય શક્તિને બહાર લાવીને સુષુપ્ત મનને જાગૃત કરીને તેના ભૂત-ભાવિને ખ્યાલ લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. પૂર્વજન્મ-પુનર્જન્માદિની હકીકત તે છે જ. માત્ર આ પદ્ધતિઓથી તેને અવિર્ભાવ કરી અનુભવમાં લાવવાનું છે.
વર્તમાનમાં આપણને પૂર્વજન્મની સ્મૃતિ કેમ નથી થતો? કારણ કે પૂર્વજન્મ જાણવા માટે જે જાતિસ્મરણ શકિત છે તે મતિજ્ઞાનને ભેદ છે અને આપણું મતિજ્ઞાન મતિજ્ઞાનાવરeણય કર્મના પડળ (આવરણ થી ઢંકાયેલું છે, દબાયેલું છે. તેથી મગજના સ્મૃતિ કે ઠંડા પડેલા છે અને તેના ઉપર ક્રોધ-માન-માયા-લભ-રાગ-દ્વેષાદિને આપણે સ્વભાવ જાતિ
સ્મૃતિ ઉપર ધૂળ નાંખતી જ જાય છે. રાગ આપણા જ્ઞાનગુણને પણ ઢાંકે છે. આવરે છે. માટે જ જૈન દર્શનમાં રાગ
૧૦૯