________________
ધારણ કરશે. પછી વાયુ-અગ્નિ-પાણી અને પૃથ્વીના જન્મમાં ઘણું નીચે જઇને અનેક લાખ વાર ત્યાં જન્મશે-મરશે. અને ત્યાંથી નીકળીને સુપ્રતિષ્ઠપુર નગરમાં બળદ થશે.. ગંગા નદીના કાંઠે મૃત્યુ પામી એક શેઠના ઘરે પુત્રપણે ઉત્પન. થશે. પછી દીક્ષા લઈ સાધુ બનશે. ત્યાંથી મરીને દેવવેક (રવર્ગ)માં દેવ થશે. ત્યારપછી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થશે. દીક્ષા લઈ, સાધુ બનશે અને પછી સર્વ કમેને ક્ષય કરી. મેક્ષ પામશે-સંસાથી મુકત થશે. પાપથી મુકત થશે.
આ જે મૃગાપુત્રનું જીવન ચરિત્ર છે. એવા ૧૦ ચરિત્રે શ્રી વિપાકસૂત્રમાં પ્રભુએ કહ્યાં છે અને બધાના, ભૂતકાળના પૂર્વજન્મો તથા આગળના ભાવિકાળના અનેક જન્મ, અનેક ગતિ-જાતિઓમાં ગમન વગેરે કફીને છેક મેક્ષ પામે ત્યાં સુધીને ભવે કહ્યા છે. તે વિપાકસત્ર ખાસ વાંચવાથી-જેવાથી ઘણે ખ્યાલ આવશે.
માત્ર વિપાકસૂત્રમાં જ નહીં પરંતુ જૈન આગમ શાસ્ત્ર માં જૈન સાહિત્યક્ષેત્રે તે ડગલે ને પગલે ઘણે ઠેકાણે આવી રીતે પૂર્વજન્મ તથા પુનર્જનોની વાત કરી છે. સામેવાળા જીવના પૂર્વજન્મમાં ભૂતકાળના ભેમાં કરેલાં પાપકર્મો યાદ કરાવી, તે જીવને જાગૃત બનાવી કર્મક્ષય માટે ધર્મ કરવા પ્રેર્યો છે. કરેલાં પાપકર્મોને ક્ષય કરવા માટે ધર્મ એ એક માત્ર ઔષધ છે. એ સિવાય બીજો વિકલ્પ જ નથી. એટલે ૧ શ્રી મહાવીર વિદ્યાથી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) તરફથી શ્રી વિપાકસત્ર પ્રતાકારે ગુજરાનુવાદ સાથે છપાયું છે. મેળવને વાંચવા વિનંતિ.
- ૧૦૭