________________
પ-કર્મના આવરણને નાશ (ક્ષય) કરવાની ક્રિયા (ધર્મ) " ઉપર વધુ ભાર આપવામાં આવ્યું છે. “સવપાવપણાસણે” ને હેતુ આપવામાં આવે છે. જે આપણે નવકાર મહામંત્રમાં સદાય નજર સમક્ષ રાખીએ છીએ.
origin-ઓરિજિન નામને વિદ્વાન, જે ઈસ્વીસનના આરંભ કાળમાં થયેલે તે કહે છે કે, જે જ દેહધારણ કરીને આ સંસાર (જન્મ)માં આવ્યા પછી જે પાપ કરે છે, તેના કારણે તેમના આગામી જન્મ બગડે છે. મૃત્યુ પછીનું જીવન દુઃખી થાય છે. કારણ કે જેની વર્તમાન તથા ભાવિ અવસ્થા -પૂર્વજન્મીય કર્મોના કારણે છે. માટે આ જન્મના પાપના કારણે આગામી જન્મમાં દુઃખ જોગવવું પડે છે એ હકીકત સત્ય છે.
પાઈથાગેરસ જે ગ્રીક વિદ્વાન પણ આત્મા–પૂર્વજન્મ -પકાદિના સિદ્ધાન્તોને સમર્થક હતો. તેને પિતાના કેટલાક પૂર્વજન્મની વાત યાદ હતી અને તે તેણે કરી પણ હતી એવું કહેવામાં આવે છે.
સાઈમેસિઅસ, નેમિસિઅસ અને હેલેરિઅમ જેવા રેમના પાદરીઓ પણ ખુલ્લી રીતે પુનર્જન્મના સિદ્ધાન્તને ભલે તે બાઈબલમાં ન હોવા છતાં માનતા હતા. રેમમાં જન્મેલા એક જોડકા તરીકેના બે બાળકેએ અમે પૂર્વજન્મમાં પતિપત્ની હતાં માટે અમે આજે અહીંયા આ જન્મમાં બન્ને જેડકા તરીકે સાથે જન્મ્યા છીએ અને પછી તો બધી જ પૂર્વજન્મની વાતો કરી એથી ભલભલા નાસ્તિકના છક્કા છૂટી જાય એવી વાત હતી.
૧૧૦