________________
દેવતાઓને આકાશમાંથી આવતા જોયા પરંતુ તે દેવતાઓ તમારા યજ્ઞમંડપમાં ન આવતા અહીં સમવર રણમાં એટલે જ તમે બધા વિદ્વાન પંડિતે વિચારમાં પડ્યા અને પછી એક એક પછી એક અહીં આવતા જાઓ છો ?
બીજુ શાસ્ત્રો પણ એ વાતની સાક્ષી પૂરે છે કે સીતેન્દ્ર દેવ તીવ્ર નેહરાગથી લમણુજીને શાંત્વના આપવા નરકમાં ગયા હતા અને એ જ પ્રમાણે સ્નેહ, પુર્વજન્મના રાગ-સ્નેહ આદિના કારણે પણ દેવતાઓ આવી શકે છે. પૂર્વજન્મના મિત્ર પુત્ર આદિના નેહવશ પણ આવે છે. પુર્વજન્મના બૈરીને પીડા આપવા, તપશ્ચર્યાના ગુણથી પ્રસન્ન થઈને, અથવા મિત્રાદિ ઉપર ઉપકાર તથા કામક્રીડાદિન નિમિતે–કારણે પણ દેવતાઓ આવી શકે છે.
જ્યારે ઘણું શિષ્યોને કાળ ધર્મ પામતી વખતે કહ્યું કે જે તમે દેવલોકમાં જાઓ તો મને કહેવા પાછા આવજા પરંતુ ઘણું ન આવ્યા. સદ્ભાગ્યે છેલ્લો મૃત્યુ પામેલો શિષ્ય દેવલકમાંથી આવ્યું અને અષાઢાભૂતિમુનિની આગળ દેવલ, દેવ અસ્તિત્વ અને ત્યાંની રિદ્ધિ-સિદ્ધિનું વર્ણન કર્યું ત્યારે અષાઢાભૂતિ માન્યા. વાત સાચી છે તેમ સમજ્યા.
વર્તમાન કાળમાં પણ પ્રેતાત્માનું મળવું, પ્રેતાત્માના દર્શન થવા, પ્રેતાત્મા સાથે વાતચીત કરવી વગેરે ઘણું અનુભવે છે. આજનું વિજ્ઞાન પણ આ વાતને અનુભવતુ થયું છે. પશ્ચિમ