________________
આપે તે ચાલી શકે છે. તે જ પ્રમાણે આપણું શરીરમાં કાર્ય વાચા આદિની મર્યાદિત શક્તિ છે. પરંતુ કોઈ દેવ આ શરીરમાં પ્રવેશીને પ્રબળ શક્તિથી બીજા અકલ્પનીય કાર્યો કરાવી દે. અતિનીય બોલાવી આપે તે સમજવું કે કઈ દેવ આપણા શરીરમાં પ્રવેશીને આ પ્રકારની ચેષ્ટાઓ કરાવી રહ્યો છે.
(૨) જતિમરણથી પુર્વજન્મ જોઈને હું દેવ હતો કે બીજે ઠાઈ હિતે એ જોઈ શકે છે.
(૩) કેટલાક તપસ્વીઓ, ગીઓને દેવતાઓ પ્રત્યક્ષ પ્રગટ થઈને દર્શન આપે છે.
(૪) કેટલાક દેવતાઓ જે વિદ્યા, મંત્રના અધિષ્ઠાતા હોય છે તે દેવતાઓ તે મંત્ર, વિધાના સ્મરણ, પ્રયોગથી પ્રગટ થાય છે.
(૫) દાન-પુણ્ય-તપાદિ ક્રિયા વડે ઉપાર્જિત પુષ્ય વડે પણ દેવગતિ-સદ્ગતિ મળે છે તે પણ સ્વર્ગની ગતિ મળી શકે.
(૬) “દેવ એ શબ્દ પણ તપદવી વ્યક્તિ એવા દેવને જ સિદ્ધ કરે છે. કારણ દેવ, અમર, નિરઃ આદિ ઘણુ શબ્દો દેવ માટે વપરાય છે. કારણ કે દેવપદ વ્યુત્પત્તિ વાળું સાર્થક શુધ્ધ પદ . દેવપદને અર્થ મનુષ્ય, પશુ આદિ તે નથી જ થતો. માટે દેવપદથી જે વાચ્ય છે તેથી જ દેવસિદ્ધિ થાય છે.