________________
જે દેવ છે તે પછી આવતા કેમ નથી ?
પ્રદેશ રાજાએ કેશીસ્વામીને એ પણ પ્રશ્ન પૂછે હતે. કે સાહેબ જૂઓ ! આપના કહેવા પ્રમાણે દેવ જે હોય તે આવવા તે જોઈએ ને ? મારા દાદીમા ખૂબ ધર્મિષ્ટ હતા. તેઓ ખૂબ તપ-ત્યાગાદિ કરતા હતા. એમની મૃત્યુ વખતે મેં દાદીમાને કહ્યું હતું કે જો તમે મૃત્યુ પછી આટલા પસાથે જે દેવલોકમાં જાઓ. તે તમે મને કહેવા આવજે તે હું સાચું માનીશ, પરંતુ સાહેબ હજી સુધી તે આવ્યા નથી. તે મારે શું માનવું ?
કેશી સ્વામીએ કહ્યું- હે પ્રદેશી ! ધાર કે તું સુંદર સુગંધી જલ–અત્તરથી સ્નાન કરીને, નવા વરે, પહેરીને, આભુષણ પહેરીને રાજસિંહાસને જ્યારે બેસવા જતું હોય ત્યારે જે કઈ સામાન્ય ગંદો માણસ જે ઉકરડામાં બોલાવે તે તું જાય ખરો ?
પ્રદેશી રાજા: ના સાહેબ! હરગીજ ન જાઉ. એ જ પ્રમાણે હે પ્રદેશી ! દેવલોકના સુખ-મેજમાં, આનંદમાં, રાચતા એ દેવેને આ મૃત્યુલોકમાં મળ-મૂત્રથી ભરેલા આ પુરૂષ શરીર તેમજ મનુષ્યલોકમાં આવતા અત્યન્ત દુર્ગન્જ, ગંદુ લાગે છે. અને તેઓ આવવાનું રાખે છે.
પરંતુ આજે તમે જે અત્રે આવ્યા. તેના કારણમાં પણ દેવતાઓના આગમનનું કારણ હતું ને! કેમ? સેલિવિપ્રને ત્યાં તમે બધાં વિદ્વાને યજ્ઞનિમિતે ભેગા થયા હતાં. અને
૮૪