________________
ઈચ્છતે માણસ પછી સમજી શકે છે કે, “આત્મહત્યા કરી લેવાથી જેટલાં દુઃખને અંત આવશે તેનાથી ઘણાં વધુ દુઃખે. ફરી માથે તૂટી પડશે. કેમકે હું અમર છું, મારે અહીંથી પણ બીજે કયાંય જવાનું છે.” વશીકરણવિદ્યા (Hypnotism) અને પુનર્જન્મ
Hypnotism એક વશીકરણ વિદ્યા છે. સંમેહનની પ્રક્રિયા છે. વિશ્વ વિખ્યાત Hypnotist એલેકઝાન્ડર કેનને ૧૩૮૦ સંમેહનના લગભગ પ્રયોગ કર્યા પછી કેટલાક મહત્વના પ્રસંગેને ટાંક્તા “ધી પાવર વિધિન” નામનું એક પુરતક લખ્યું છે. એક વખતને નાસ્તિક પુનર્જન્મ, આત્મા આદિમાં ન માનનારે આ પ્રાગે ઉપરથી આત્મા તથા પુનજન્માદિ પદાર્થની સિદ્ધિ કરે છે. Deepest Hypnotism ઊંડા સંમેલનના પ્રગમાં માણસને ઘણાં વર્ષોના ઊંડાણમાં લઈ જાય છે. અને પ્રશ્નો પૂછવામાં આવે છે. તમે ફક્ત પાંચ વર્ષના હતા ત્યારે શું કરતા હતા ? તમે ૩ વર્ષના હતા ત્યારે શું કરતા હતા....એમ પૂછાતા પ્રશ્નોમાં દર્દી સંમોહનની પ્રક્રિયામાં અંગૂઠો મોઢામાં મુકીને ચૂમવા બેસતો હતે. વૈજ્ઞાનિક હજી વધારે ઊંડા જવા પ્રયત્ન કરી રહ્યા છે. તમે ૬ મહિનાના, ૮ મહિનાના હતા અને માતાના ઉદરમાં ગર્ભ તરીકે હતા ત્યારે શું કરતા હતા ? કેમ રહેતા હતા ? આટલા ઊંડાણમાં પહોંચવામાં હજી સફળતા મળી છે. અને એ જ પ્રમાણે હજુ પાછળ-પાછળના વર્ષોમાં લઈ જવા માટે તેને પૂછવામાં આવે છે, તમે ગયા જન્મમાં શું હતા? કયાં હતા ? કેણ હતા?
૧૦૦,