________________
પ્રતિબોધ માટે પૂર્વ જન્મનું વર્ણન-જૈન શાસ્ત્રોમાં અરિહંત તીર્થકર ભગવંતેને સર્વજ્ઞ – કેવળજ્ઞાની – કેવળ દશની તરીકે વર્ણવવામાં આવ્યા છે. ચાર ઘનઘાતી કર્મોને ક્ષય થવાથી આત્માને કેવળજ્ઞાન કેવળદર્શન અનન્ત જ્ઞાનાદિ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. જેથી વિકાળાબાધિત રૂપે એક જ સમયે સમસ્ત બ્રહ્માણ્ડનું સર્વ કંઈ પણ એક સાથે જોઈ શકે છે અને જાણી શકે છે, જૈન ધર્મના સર્વ સિધાન્ત ઉપર સર્વજ્ઞ ભગવંતેની છાપ લાગેલી છે. માટે તે અકાટ-અબાધિત છે.
જ્યારે જ્યારે કઈ પણ જીવને સમજાવવા કે પ્રતિબંધ પમાડવાને પ્રસંગ આવ્યો ત્યારે સર્વજ્ઞ મહાપુરુષોએ તે જીવને તેનાજ પૂર્વજન્મની ઘટનાઓ તરીકે એ જવના આંતર મનને જાગૃત કર્યું. અને તે છે ઈશારામાં ઘણું સમજી ગયા. દા. ત., પરમાત્મા મહાવીર પ્રભુએ દીક્ષા છેડીને ઘરે જવાના વિચારથી આવેલા મેઘકુમાર મુનિને એના પર્વના બે જજોની જેમાં તું હાથી હતે... અને કેવા કો સહન કર્યા છે તેની કથા સાથે પૂર્વજન્મ કહી સંભળાવ્યો. અને પિતાના જ ભૂતકાળના જીવનની ઘટનાઓનું વર્ણન સિનેમાના પરદા ઉપર આવતાં ચિત્રની જેમ મેઘકુમાર મુનિની આંખો સામે તરવા માંડ્યું. આંતર મન ઉપર જાણે આખી ફિલ્મ શરૂ થઈ ગઈ અને અર્ધજાગૃત મન પૂર્ણ જાગૃત થયું. અને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતાં જ પ્રભુનું કહેવું બધું જ સત્ય છે, એમ કબૂલ કરી પ્રભુનાં ચરણેમાં પડયા. અને દીક્ષા ન છેડવાને વિચાર દઢ કરી વિવિધ પ્રતિજ્ઞા કરી.