________________
એરિસ્ટોટલે” લખ્યું છે કે-જીવ પિતાના માટે હંમેશાં નવાં નવાં વસ્ત્ર (શરીર) બનાવતે રહે છે. (1) Reincarnation by Walker. P. 23 & P 27) | (૨) ઈસ્વીસનની શરૂઆતમાં થઈ ગયેલા એક ક્રિશ્ચીયન વિદ્વાન “ઓરિજિન (Origin) કહે છે કે, “જે આત્માઓને શરીર આપીને આ દુનિયામાં મોકલવામાં આવે છે તે અપરાધ કરે છે. તેથી તેની હવે પછીની જન્મની અવસ્થા બગડે છે. એની વર્તમાન અવસ્થા પણ પૂર્વકર્મોના કારણે છે.” ((Reincarnation by Walker. P.236-37)
(૩) એવિડ (Oveid) નામના વિદ્વાને પાઈથાગોરસ પર લખેલી કવિતામાં લખ્યું છે કે “મૃત્યુને પુરાણી માતા તરીકે આલેખતાં, તે હંમેશા નવા નવા સ્વરૂપમાં પ્રકટ થાય છે. (D.).
() રેમના પાદરીઓ-નેમિલિઅસ, સાઈનેસિસ, હેલેરિઅમ પણ ખુલ્લી રીતે પુનર્જન્મના સિદ્ધાન્તનું સમર્થન કરતા હતા. (ઉપરનું પુસ્તક P. 237)
(૫) “ધી પાવર વિધિન” નામના પુસ્તકના લેખક એલેકઝાંડર કેનન જે દુનિયાના ખૂણે ખૂણામાં પ્રવાસ ખેડી આવ્યા છે. તેઓ આ પુસ્તકમાં લખે છે કે, “મારી બધી વાતને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાર હોય તો એટલું જ છે કે, આત્માનું મૃત્યુ હોઈ શકતું જ નથી.” આટલી વાત જો જગત સમજી જાય તે તે પછી કઈ કેઇનું ખૂન કરે નહીં. દુઃખને માર્યો કઈ જીવ આત્મહત્યા પણ ન કરે. કેમકે આત્મહત્યા કરવા