________________
અશાતવેદનીય- શાતા અને અશાતા એવા બે પ્રકારના વેદનીય કર્મમાં અશાતા વેદનીય કર્મ જેના કારણે શારીરિક દુઃખ ઉદયમાં આવે, જીવ ઉદ્દે ગમાં રહે, આધિ-વ્યાધિ અને ઉપાધિઓ રહે, પેટ-માથું વગેરે દુખે, રોગ ઘેરી લે અને બિચારે દુઃખી-દુઃખી થઈ જાય તે આ પાપકર્મના કારણે.
મિથ્યાત્વ- આ કર્મના કારણે સત્યને અસત્યરૂપે તેમજ અસત્યને સત્યરૂપે જાણે, અર્થાત વીપરીત જ્ઞાન ધરાવે, ઉલટી સમજ ધરાવે તે આ પાપકર્મના કારણે.
નરકત્રિક- ત્રિક એટલે ૩. નરકની ત્રણે વસ્તુ શુભ રૂપ નથી. નરક આયુષ્ય, નરકની ગતિ અને નરક આનુપૂર્વ (જીવને નરકગતિમાં ઉત્પત્તિક્ષેત્ર સુધી લઈ જનાર કર્મ) પણ શુભ નથી. બધા તીવ્ર દુઃખ કારક છે.
અનતાનુબંધી કપાયે- જે આખી જિન્દગી સુધી સાથે રહીને ભવાન્તરમાં પણ જીવની સાથે આવે એવા અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ કે જેના વડે જીવને નરકગતિ મળે, સમ્યકત્વ થતું અટકે, અનન્ત સંસાર વધે એ પણ પાપ કર્મને જ ઉદય કહેવાય.
ઘણે ક્રોધ કર, વગેરે કષાયે કરવા એ સારૂ નથી, સારી છાપ નથી. ખરાબ જ છે. માટે પાપનો (અશુભ) ઉદય જ કહેવાય.
અપ્રત્યાખ્યાન કષા-એવા ક્રોધ-માન-માયા કે લેભ જેના કારણે એક–એક વર્ષ સુધી કષાયની આગ ભડકતી