________________
કરનાર ચોરને જેલ મળે છે. સજા થાય છે, એ જેમ સ્પષ્ટ નજરે દેખાય છે તેમ પાપ કરનારને દુઃખ અને પુણ્ય-કરનારને સુખ એ યુક્તિયુક્ત સિદ્ધ થાય છે.
હા, એ વાત ખરી કે આજે જ પાપ કર્યા અને આજે જ દુઃખ ઉદયમાં નથી આવતુ, એમ આજે જ પુણ્ય કર્યું અને આજે જ સુખ ઉદયમાં આવતુ નથી દેખાતુ પરિણામમાં વિલંબ દેખાય છે, જે આજનું કરેલું આજેજ ઉદયમં આવી ગયું હત. તે સ્પષ્ટ ચકકસ માનવામાં આવત, પરન્તુ તેમ નથી બનતુ. તેમાં કાળક્ષેપ થાય છે. સમય લાગે છે એ હકીકત છે.
તો શું સમય લાગે એટલે ન માનવું ? એવું ખરું? પરીક્ષા આપ્યા પછી જે ૨ મહિને પરિણામ આવતું હોય તે શું ન માનવું? ના... એમ નથી પાપ-પુણ્ય-શુભ-અશુભ કર્મ જે રીતે કરીએ છીએ જેવા પરિણામે જેવા અધ્યવસાય,
વસાયોની તરતમતા, લેસ્થાની સ્વભાવતા, અને કષાયની તીવ્રતા આદિના કારણે જે કર્મને બંધ પડે છે તે દીઘ કાળને પડે છે. જેમ સિમેન્ટને ભલે સુકાયા પછી ડેમ ૮૦-૧૦૦ વર્ષ સુધી ટકે છે? આ ૧૦૦ વર્ષ કેણે નકકી કર્યા? સિમેન્ટની ગુણવત્તા જ એવી છે. એમ કર્મ બંધાય છે ત્યારે તેની અંદર કષાય-લેચ્છા આદિના કારણે જે રસબંધ પડે છે તેના આધારે સ્થિતિબંધ નકકી થાય છે. કર્મની સ્થિતિ નકકી થશે. અને પછી વચ્ચેનો અબાધાકાળ ગયા પછી કમને ઉદય નિશ્ચિત થવાનું જ છે. સિવાય કે ઉદીરણા કરીને ખપાવી. ન નાંખ્યું હોય તે....