________________
છે. આ પરિણામ સ્વભાવ વિશેષ છે.. જીવવિશેષના કારણે છે, તેમ કર્મમાં પણ તે તે શુભ કે અશુભ અધ્યવસાયવાળા પિતાના આશ્રય જીવમાં જઈને તે તે કર્મ પણ શુભ કે અશુભ અથાત્ પુણ્ય કે પાપરૂપે પરિણમે છે. આ સામર્થ્ય શક્તિવિશેષ જીવમાં છે. જે કર્મ પુદ્ગલેને -શુભ-પુણ્યરૂપે તથા અશુભ પાપરૂપે પરિણમાવી શકે છે.
એવું પણું નથી કે એક જીવ શુભ અને બીજે જીવ અશુભ રૂપે પરિણુમાવે. ના, પરંતુ જેમ આપણે સારામાં સારો આહાર લીધો હોય અને છતાં પણ તેમાંથી સારા અને અસાર એવા બે ભેદ પડે છે. તે જ આહારમાંથી પરિણામે તત્કાળ થઈ જાય છે. આહારમાંથી રસ, રૂધિર, માંસ, મજા, અસ્થિ, વીર્ય આદિરૂપે પરિણમન થાય છે. એ સર્વજન સિદ્ધ છે અને અસાર આહારને મળ-મૂત્રાદિરૂપે બહાર વિસર્જન કરી દે છે. આ પ્રમાણે જેમ એક જ આહારના શુભ અને અશુભ પરિણામે થાય છે તે જ પ્રમાણે ગ્રહણ કરેલા કામણવર્ગણાના મુદ્દગલમાં પણ જીવ અધ્યવસાયાદિ કારણેથી શુભ અને અશુભના ભેદ પાડે છે. શુભાશુભ પરિણામે વડે પુણ્ય–પાપના શુભ-અશુભ ભેદ પડે છે અને જેવા બંધમાં શુભ-અશુભ ભેદ પડે છે તેવા જ ઉદય વખતે પણ શુભ-અશુભ ભેદ સુખ–દુઃખરૂપે ભેદ પડે છે. અર્થાત શુભ પુણ્ય કર્મ સુખ રૂપે અને અશુભ પાપ કર્મ દુઃખરૂપે ઉદયમાં આવે છે. કર્મ પ્રકૃતિના આ બે મુખ્ય ભેદ પડે છે. પછી તેના વિભાગમાં ૮ કર્મ અને તેમાં સારી–ખરાબ કર્મ પ્રકૃતિએ એટલે પુણ્ય-પાપ.
૧૦૮