________________
. . ૩. પુણ્યાનુબંધી પા૫ - ઉદય પાપને છે પરંતુ હવે નવું પુણ્ય ઉપાર્જન કરે છે, તે પુણ્યાનુબંધી પાપ કહેવાય. પાપના ઉદયે ગરીબ, ભિખારી દરિદ્રના કુળમાં જન્મે છે. પરંતુ હવે થોડામાંથી થોડું પણું આપીને નવું પુણ્ય બાંધે છે તે આ ત્રીજે ભેદ છે. પાપના ઉદયે ચાર બનેલ ચેરી કરતે રોહિણેય ચેર....અવસરે પ્રભુની દેશના શ્રવણુ કરી..... અને પ્રભુવીરને શિષ્ય બન્ય, સાધુ બચે. પાપના ઉદયમાં પણ નવું પુણ્ય બાંધી અન્ને આત્મ કલ્યાણ સાધ્યું.
૪. પાપાનુબંધી પાપ – ગયા જન્મના અથવા ભૂતકાળના ભારે પાપ-કર્મના ઉદયે જીવ ફરીથી નવી પ્રવૃત્તિમાં પાછે પાપ જ બાંધે છે. તે પાપાનુબંધી પા૫. કાળ–શૌકરિક બિચારા પાપકર્મના ઉદયે કમાઇના ઘરે જન્મે છે અને હવે ફરીથી રોજના ૫૦૦ પાડા મારવાનું ભયંકર પાપ ઉપાર્જન કરી રહ્યો છે. તે પાપાનુબંધી પાપ કહેવાય. આ પ્રમાણે જે ચક્ર ચાલ્યા જ કરે તે જીવને છુટકારે કયારે થાય? કરેલા પાપના ઉદયે ફરી પાપ જ કરવું અને ફરી દુઃખી થવું.....એ ચક તે અનાદિ કાળથી, અનન્તાભથી ચાલ્યું જ આવે છે.
૧૦૪