________________
કરાવે તે કારણ અને તે પુયસુખધી યુથ કહેવાય. દા. ત. ભરવાડના ભાવમાં વહેરાવેલી ખીરના કયે શાલિભદ્ર આજે, અઢળક ધન-સંપત્તિ મળી. અને તે જ પુણ્યાઈ ફરી જિન ભક્તિમાં, દાનાદિમાં વાપરી જેના કારણે એ સંપતિ પણ નવું પુણ્ય ઉપાર્જન કરવામાં કારણ બની. અસાર લક્ષ્મીને ત્યાગ કરી મોક્ષ પામ્યા.
૨. પાપાનુબંધી પુણ્ય-જે પુણ્યના ઉદયે નવા પાપને બંધ થાય તે પાપાનુબંધી પુણ્ય કહેવાય. પુષ્યના ઉદયે ધન-સંપતિ આદિ બધુ ઘણું સારું મળ્યું છે પરંતુ હવે તે ધન-સંપતિને ઉપયોગ દારૂ પીવામાં, જુગાર રમવામાં, વેશ્યાગમનમાં કરે છે તેના કારણે નવું પાપકર્મ બાંધે છે. દા. ત. મમ્મણ શેઠ. પૂર્વભવમાં સાધુ મહારાજને લાડ વહેરાવ્યો, અને પછી જઈને પાછો લઈ આવ્યું. પરિણામે લાડ વહેરાવવાના કારણે ઘણે સુખી થયે, અઢળક સંપત્તિ મળી. પરંતુ લાડવો પાછો લેવાના પાપના કારણે તે સંપત્તિને સદુપગ કરી ન શકે. તીવ્ર મોહ અને લેભમાં રનમય બળદો બનાવવાની ઘેલછામાં મૃત્યુ પામી સાતમી નરકે ગયે.
૧૦૩