________________
પવિત્ર કરે છે તે પુણ્ય અર્થાત જે કાર્યો કરવાથી અશુભ કર્મ વડે મલિન થયેલે આત્મા ધીરે ધીરે પવિત્ર અર્થાત શુભ કર્મવાળે થાય તે પુણ્ય કહેવાય અને પુણ્યના કાચ કરવાથી જે શુભ કર્મ બંધાય તે શુભ કર્મ પણ પુણ્ય કહેવાય. આ પ્રમાણે પુણ્ય ક્રિયા અને પુણ્ય ફળ એવા બે અંગ છે. એને પરસ્પર કારણ તથા કાર્ય તરીકે સંબંધ છે.
'पायति-शोषयति पुण्य, पांशयति वा गुण्डयति वा નવવસમિતિ પમ્” - પાપની વ્યાખ્યા કરતા જણાવે છે કે જે પુણ્યનું શોષણ કરે અથવા જીવરૂપી વસ્ત્રને રજવાતું મલિન કરે તે પાપ કહેવાય. પુષ્ય કે પાપ બને કર્મની જ શુભ અશુભ રજ છે. જેમાં એક માણસ શરીરે તેલ ચેળીને ઉઘાડા શરીરે ખુલ્લામાં બેસે તે બહારના વાતાવરણમાં ઉડતી રજ તેના શરીર ઉપર ચેટી જશે. તેલના પ્રમાણમાં રજકણે ચેટશે. બસ, એવી જ રીતે રાગ-દ્વેષની વૃત્તિથી સ્નિગ્ધ એટલે તેલવાળા જે થયેલે આત્મા પણ કર્મની રજથી લેપાઈ જાય છે.કમલેગ્ય-કામણવર્ગણાના પુદ્ગલે ગ્રહણ કરતા જીવને ટે છે અને તેમાં જ શુભ-અશુભના ભેદે પડે છે. તે જીવના શુભ-અશુભ અધ્યવસાયે ઉપર આધાર રાખે છે. જીવના શુભ -અશુભ ધ્યાન (વિચાર)ના અધ્યવસાયરૂપ જે પરિણામે છે, તેમજ તેમાં રહેલ શુભઅશુભ લેસ્થાની તરતમ, તથા તેમાં રહેલ જે પ્રશસ્ત-અપ્રશસ્ત કષાયની માત્રા તથા મન-વચન -કાયાના શુભાશુભ યોગેના કારણે શુભ અથવા અશુભ કર્મો બંધાય છે. ધર્મધ્યાન આદિ રૂપ શુભ ધ્યાન, શુભ લેહ્યા
૧૦૧