________________
તથા શુભ પ્રશસ્ત કેવાય તથા શુભ ચોગ–પુણ્ય કર્મ બંધાવશે. પુણ્ય કર્મ એ જ શુભાશ્રવ છે. અને આર્ત-રૌદ્ર રૂપ શુભ ધ્યાન (વિચાર), કૃષ્ણાદિ અશુભ લેસ્થા તથા અપ્રશસ્ત એવા ક્રોધાદિ કષા તથા મન-વચન-કાયાના અશુભ ચગે એ બધા ભેગા થઈને અશુભ કર્મ અર્થાત પાપ બંધાવે છે. જે બંધ એ ઉદય. એ નિયમ પ્રમાણે શુભ કે અશુભ કર્મ જે બાંધ્યા છે તે શુભ કે અશુભ પરિણામ ફળરૂપે ઉદયમાં આવે છે. શુભનું પરિણામ શુભ. જેમ શુભભાવથી ભરવાડે ખીર વહેરાવી તે તેના ફળરૂપે શાલિભદ્રને સર્વ શુભ-પુણ્યની ત્રદ્ધિ-સિદ્ધિ મળી. અને અશુભ પરિણામવાળા જીવને ફળ પણ અશુભ પાયાદિના દુઃખરૂપે મળે છે. કર્મ શાસ્ત્રને એ નિયમ છે. જે કર્મબંધ હશે, અને જે કર્મ બંધ હશે તે જ અને તે જ ફળસ્વરૂપે ઉદયમાં આવશે. પુષ્યને ઉદય સુખરૂપ તથા પાપને ઉદય દુઃખરૂપ થશે. યુય-પાપની ચતુર્ભમી
પુણ્ય અને પા૫ આ બન્નેના ૪ ભેદો પડે છે. તેને પુણ્ય– પાપની ચતુર્ભગી કહે છે.
૧. પુણ્યાનુબંધી પુણ્ય - બાંધેલા પુણ્યને જ્યારે ઉદય થાય ત્યારે તે ફરીથી નવા પુણ્યને અનુબંધ
૧૦૨