________________
હાસ્ય- ઘણું હસવું આવતુ હેય, ખડખડાટ હસવું વગેરે પણ સારૂ નથી. રતિ–ગમતી વસ્તુમાં સુખ માનવુ, રાજી થવું, અરતિ—અણગમતી વસ્તુમાં અણગમે, નારાજી દેખાડવી. ભય- બીક લાગે, ડરવુ, ભય પામ વગેરે પણ અશુભ છે. શે– ઉદાસીનતા, શેક વ્યક્ત કરે, ખેદ લાગ. જુગુપ્સા- દુર્ગછા થવી, તિરસ્કાર જાગ, મોઢું બગાડવું. પુરૂષદ- સ્ત્રી સમાગમની કામવાસના જગવી, ઈચ્છા થવીઃ સ્ત્રીવેદ- જેનાથી પુરૂષના સમાગમની વાસના જાગવી, નપુંસકવેદ- જે કર્મના ઉદયે સ્ત્રી-પુરૂષ બન્નેને ભેગવવાની ઈચ્છા થવી, ઉભય મૈથુનની ઈચ્છા એ પણ મહાપાપ.
આ પ્રમાણે આ ૯ નવે નેક્ષાયની પ્રકૃતિઓ છે. એમાંની એક પણ શુભ–સારી નથી. બધી અશુભ પાપકારક છે. દુઃખ કારક છે. - તિર્યચદ્વિક– તિર્યંચ પશુ-પક્ષીની ગતિ મળવી, એ ગતિમાં જીવને ઉત્પત્તિ ક્ષેત્ર સુધી વર્કગતિએ લઈ જનાર કર્મ તે તિર્યંચ અનુરૂવ કર્મ કહેવાય. તે બને અશુભ છે.
એકેન્દ્રિયાદિ જાતિઓ છને પંચેન્દ્રિયપણું ન મળે અને એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયપણું મળે એ પણ અશુભ છે, કારણ જીવને ખરી મજા, પુર્ણ વિકાસ તે પંચેન્દ્રિયપણુ મળે તેમાં જ છે. માટે એક ન્દ્રિયપણું શુભ નથી અશુભ છે. . ત. જેના કારણે આત્માને પૃથ્વી