________________
આ પ્રમાણે શુભાશુભ કર્મને બંધ અને ઉદય બને જોતા પુણ્ય કર્મ ૯ પ્રકારે બંધાય છે અને ૪૨ રીતે ઉદયમાં આવે છે. ભગવાય છે. એ જ પ્રમાણે પાપકર્મ ૧૮ રીતે બંધાય છે અને ૮૨ રીતે ઉદયમાં આવે છે. ભગવાય છે. સંસારમાં સર્વ જી માટે પુણ્ય અને પાપના આટલા જ મુખ્ય પ્રકારો છે.
હવે ક્રમશઃ કેટલી રીતે સંસારમાં જીવને પુણ્યના હૃદયે સુખ મળે છે. જે કઈ કઈ રીતે સુખી થાય છે તે પુણ્ય પ્રકૃતિતિઓને સ્પષ્ટ જોઈ લઈએ એટલે ખ્યાલ આવશે. ક્રમશઃ પુણ્યની ૪૨ પ્રકૃતિઓ
જેમ ખાધા પછી તાકાત આવે, જોયા પછી મજા આવે, અને વાગ્યા પછી ઉગે એ જ પ્રમાણે શુભ કે અશુભ બને કર્મોનું પણ એવું છે. બાંધ્યા પછી ઉદયમાં આવે. ઉદયમાં આવવું એને વિપાક પરિણામ કહેવામાં આવે છે. શુભ (પુણ્ય) કર્મને વિપાક સુખ મળે અને અશુભ (પાપ) કર્મના વિપાકે દુઃખ મળે. વાવ્યા પછી ઉગે એમાં જેમ બીજ વાવણી પહેલા થાય છે અને પછી તેમાંથી અંકુર ફુટે છે પછી ધાન્ય ઉગે છે. એમ ૯ પ્રકારે પુણ્ય જે બાંધવામાં આવે છે, તે જ તેની વાવણી છે. એ જ પ્રમાણે ૧૮ પ્રકારે જે પાપ (અશુભકર્મ) બાંધવામાં આવે છે તે પાપની વાવણી છે અને પછી બીજને જેવા હવા-પાણ-પ્રકાશને નિમિત્ત મળશે અને તે ઉગશે તેમ સંસારમાં જીવને નિમિત્તો મળવાથી તે પુણ્ય અને પાપના વિપાકે સુખ-દુઃખરૂપે ઉદયમાં આવે છે, ઉગે છે. અને પરિ. ણામે કોઈ સુખી થાય છે તે કઈ દુઃખી થાય છે.