________________
પરાઘાત-સામે બીજી વ્યક્તિ ગમે તેવી બલવાન હોય છતાં પણ તે આપણને જોઈને જ અંજાઈ જાય. એના ઉપર આપણી પ્રભા પડે એને પરાઘાતના કર્મની પુણ્ય પ્રકૃતિ ગણી છે. - ઉચ્છવાસ- સારી રીતે સરળતાથી જે જીવ શ્વાસ લઈ મૂકી શકે તેને શ્વાસોચ્છવાસ નામકર્મની પુણ્ય પ્રકૃતિ કહેવાય છે.
આતપ- જીવનું શરીર શીત છતાં તેને પ્રકાશ ઉષ્ણ હેય જેમ કે સુર્યના પ્રકાશમાં એકેન્દ્રિય પૃથ્વીકાયિક છે અને સુર્યકાન્ત મણિ વગેરેને હોય છે. એને આતપ નામ કર્મની પુણ્ય પ્રકૃતિ કહેવાય છે.
ઉદ્યોત- આ પુણ્ય પ્રકૃતિના કારણે જીવનું શરીર શીત-ઠંડા પ્રકાશયુક્ત હોય છે. જેમ કે ચન્દ્ર-નક્ષત્ર, તારા વગેરેના પૃથ્વી કાયના જીવોને તથા આગીયાને પણ હોય છે.
શુભવિહાગતિ-જીવની ચાલ-ગતિ સારી હેય..... કોઈને પણ ગમી જાય. ઘડીભર બીજે જેતે જ રહે તેવી શુભ ચાલ ગતિ આ પુણ્ય પ્રકૃતિના આધારે મળે છે. જેમ કે હંસ, હાથી, બળદ વગેરેને છે.
નિર્માણ- શરીર રચનામાં જીવનું શરીર જ્યાં જેવું સુ-વ્યવસ્થિત જોઈએ તેવું બને. નિર્માણ થાય તેવી દેહરચના સુંદર વ્યવસ્થિત નિર્માણ થવી તે આ નિર્માણ નામકર્મ કહેવાય છે.
આયુષ્યત્રિક- ચાર ગતિમાં દેવ-મનુષ્ય અને તિર્યચના પશુ-પક્ષી જીવને પણ તે તે ભવમાં રહેવાની જે કાળ અવધિ તેને આયુષ્ય કહેવાય છે. સારૂ આયુષ્ય મળે એ પણ પુણ્ય પ્રકૃતિના કારણે સંભવે છે.