________________
પહેલુ સમચતુરસ્ત્ર નામનું સંસ્થાન જેમાં ચારે બાજુથી સરખું માપ હોય તેને પુણ્ય પ્રકૃતિમાં ગયે છે. બીજા અશુભ છે. [પાના ૭૧ ઉપરના ચિત્રથી સ્પષ્ટ સમજાશે. ] | શુભ વર્ણ ચતુષ્ક-વર્ણ (રંગ), ગંધ, રસ, સ્પર્શ,
આ ચારે સાહાવા પણ પુણ્ય નામ કર્મના આધારે છે. ૫ વર્ણમાંથી ૩ વર્ણ સફેદ, લાલ, અને પીળે સારા છે. જેના કારણે શરીરનું રૂપ-રંગ, ચામડીને રંગ સફેદ ધોળે હેય. અર્થાત માસ ગેર હેય એ એની પુણ્યાઈ ૨ ગંધમાંથી ૧ સુગંધ સારી. માણસના શરીરમાંથી સારી સુગંધ આવતી હેય એ પુણ્ય કર્મ છે.
પ રસમાંથી ૩ રસ-ખાટો, મીઠે અને તુરે શુભ છે. ૮ સ્પર્શમાંથી ઉષ્ણ, સ્નિગ્ધ (ચીકણ), મૃદુ (મળ) અને લઘુ (હલ કો) આ ૪ સ્પર્શ શુભ પુરુષના છે. અર્થાત જેના ઉદયે–શરીરની ચામડીને સ્પર્શ પણ કમળ-સુકમળ, રેશમ જેવું મુલાયમ લાગે તે શુભ સ્પર્શ કહેવાય. આ પ્રમાણે વર્ણાદિ ચતુષ્કના કુલ ૨ ભેદ છે. તેમાં વર્ણ+૩ ગંધ-૧+ રસ-૩,+સ્પર્શ–૪=૧૧. આ શુભ છે. જે પુણ્યદયના કારણે મળે છે.
અગુરુલઘુ- આ કર્મના કારણે ભારે કે હલકુ શરીર મળે. જેના કારણે પોતાનું શરીર હાથી જેવું અત્યન્ત વજનદાર– ભારે મળે છે જેના કારણે એ જીવ પોતાનું શરીર વહન જ ન કરી શકે, અથવા સાવ હલકુ મળે કે જેથી સામાન્ય વાતમાં પડી જાય. ઉડી જાય. એવું ન હોય, મધ્યમસર હોય તે પુણ્ય પ્રકૃતિ કહેવાય.