________________
ચારે ઘાતી કમ માં એક પણ પ્રકૃતિ શુભ, સારી નથી. બધી અશુભ પાપની જ છે.
હવે વાત રહી અઘાતી કર્મની. અઘાતીમાં શું છે કે તે નામ-શેત્રાદિ ચાર કર્મો આત્મ ગુણેને સર્વથા–સાવ ઘાત નથી કરતા. તેથી તેને અઘાતી કર્મ કહા છે. આ ચાર કર્મોમાંથી કેટલાક કર્મો સાર શુભ ગણાય. અને કેટલાક કર્મો અશુભ ખરાબ પણ ગણાય. જો કે કર્મ બધાય ખરાબ જ હોય છે, એમાં ના નથી. પરંતુ હવે જ્યારે જીવાત્મા કર્મયુક્ત થઈને સંસારમાં રહ્યો જ છે, ત્યારે તે જીવને શરીર, ગતિ, જાતિ, ઇન્દ્રિય, આયુષ્ય, કુળ–ઘર, સુખ-દુઃખ વગેરેમાંથી સારૂ કેટલું મળશે અને ખરાબ-અશુભ કેટલું મળશે તે વિચારવાનું રહ્યું એટલે ઘાતીમાં સર્વ અશુભ-પાપની ખરાબ પ્રકૃતિઓ છે. જયારે અઘાતીમાં શુભ-અશુભ પુણ્ય-પાપની બન્ને પ્રકૃતિઓ છે.
અઘાતીક કમ
શુભ (પુણ્ય પ્રકૃતિ).
અશુભ (પાપ પ્રકૃતિ)
નામ ગાત્ર વેદનીય આયુ. નામ ગાત્ર વેદનીય આયુ. ૩૭ + ૧ + ૧ + ૩ | ૩૪ + ૧ + ૧ + ૧ = કુલ ૪ર પુણ્ય પ્રકૃતિઓ | કુલ ૩૩ અઘાતી કર્મની
૪૫ ઘાતી કર્મની
કુલ ૮૨ પાપની પ્રકૃતિઓ છે.