________________
" આ પ્રમાણે આ બાજુ જે આત્માના આઠ ગુણે હતા. જેનાથી આત્માની શોભા હતી. આત્મા પોતાના સ્વરૂપમાં રહીને બધું જ સુંદર સારું કરી શકતા હતે હવે તે ગુણે કાશ્મણ પુદ્ગલ પરમાણુઓના આશ્રવથી ઢંકાઈ ગયા છે. અને તેના કારણે હવે આત્મા કાંતે સદંતર વિપરીત પ્રવૃત્તિ કરશે. અને કાં તો એગ્ય પ્રવૃત્તિ નહીં કરી શકે. શું આ સારૂ થયું કે ખરાબ થયું ? હકીકતમાં આત્માને એક પણ ગુણ ઢંકાય તે ગુણને એક અંશ પણ ઢંકાય તો તે પણ સારું તે નથી જ. તે પછી પુરેપુરા મહદંશે ગુણે ઢંકાઈ જાય તે કેટલું ખરાબ કહેવાય ? ' બસ, આમાં જે સર્વથા ગુણે ઢંકાઈ જાય છે, અને વિપરીત સ્વરૂપ ઉભુ કરે છે તે પાપ છે. અશુભ છે. અશુભ કર્મને જ પાપ કહેવાય છે. અને જે આત્માને શરીરાદિ, ગતિ વગેરે સંસારમાં મળ્યું છે જે શુભ રૂપે સારું છે. સંસારમાં જીવ છે, રહે છે ત્યાં સુધી પણ જે સારું કહેવાય તેને શુભ કર્મ અથવા પુણ્ય કહેવાય છે. શુભ કમને જ પુણ્ય કહેવાય છે. - જો કે કર્મ માત્ર શુભ છે જ નહીં આત્મા ઉપર એક પણ કર્મ હોય તે અશુભ જ છે. પરંતુ હવે એ દિવસ તે આપણા માટે દૂર છે કે આત્મા સદંતર સર્વથા કર્મ વિનાને બની જાય. તે તે ઘણું ઉત્તમ. પરંતુ જ્યાં સુધી આત્મા સર્વથા સદંતર સર્વથા કર્મ વિનાને ન થઈ જાય ત્યાં સુધી. જે કર્મો આત્મા ઉપર ઢગલાબંધ ગ્રેટેલાં પડ્યાં છે તેમાં કેટલા સારા અને ખરાબ છે? કેટલા શુભ અને કેટલા અશુભ. છે તેને વિચાર કરવાને રહ્યો.